જામજોધપુરમાં 213 કરોડના ખર્ચે વિન્ડ પાવર પ્રોજેક્ટ સ્થાપશે
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
AMCદ્વારા કુદરતી ઉર્જા સ્ત્રોતનો વપરાશ વધારવા અને નાગરિકો પણ તે માટે પ્રેરાય તે હેતુસર નારણપુરા ખાતેનાં વૈશ્વિક સ્તરનાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે બે પબ્લિક ઇલેકટ્રિક ચાર્જિંગ સ્ટેશન બનાવવા અને રૂપિયા 213 કરોડના ખર્ચે જામજોધપુરમાં 21 મેગાવોટની ક્ષમતાનો વિન્ડ પાવર પ્લાન્ટનો પ્રોજેક્ટ હાથ ધરવા સ્ટેન્ડિંગ કમિટીમાં બે દરખાસ્ત મંજૂર કરાઈ છે.
3 AMC દ્વારા 21 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવા માટે બે વાર ટેન્ડર બહાર પાડ્યા હતા. જેમાં કોઈએ ભાગ લીધો નહોતો. ત્રીજી વારનાં ટેન્ડરમાં બે કંપનીઓ પૈકી એક કંપની ક્વોલિફાય થતાં તને જામજોધપુર ખાતે 21 મેગાવોટનો પવનચક્કી પ્લાન્ટ સ્થાપવા મંજૂરી અપાઈ છે. આ કંપનીને વિન્ડ પાવર પ્લાન્ટ સ્થાપવા તથા 10 વર્ષનાં ઘખ કોન્ટ્રાક્ટ માટે રૂપિયા 213.51 કરોડ ચૂકવવામાં આવશે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પર્યાવરણની જાળવણી માટે સૌથી વધુ અસરકારક પગલા લેવાયા છે. જેમાં EVM અને ઇલેકટ્રિકથી ચાલતાં વાહનો, વાયુ પ્રદુષણ ઘટે અને પર્યાવરણને ફાયદો થાય તેવા પગલાંનો સમાવેશ થાય છે. નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને ગ્રીન બિલ્ડીંગ તરીકે અને પ્લેટિનમ રેટિંગ પ્રાપ્ત થાય તેમજ રમતગમત માટે આવનારા ખેલાડીઓ અને નાગરિકાને ઈલેક્ટ્રીક વાહનોના ચાર્જિંગની કોઈ મુશ્કેલી ના પડે તે હેતુથી સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ ખાતે ચાર્જીંગ સ્ટેશન બનાવવા EVAMP ટેકનોલોજી નામનાં કોન્ટ્રાક્ટરે બે જગ્યાએ ચાર્જીંગ સ્ટેશન બનાવવા ઓફર આપી હતી.
નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેકસમાં બે જગ્યા આપવા માટે મ્યુનિસિપલ દ્વારા વાર્ષિક ભાડામાં જંત્રીનાં પાંચ ટકા લેખે દર વર્ષે 10 ટકાનો વધારો કરવાનો તેમજ વાહન ચાર્જ કરવામાં જે વીજળી વપરાય તેમાંથી પ્રતિ યુનિટ દીઠ રેવન્યુ શેરીંગનાં ધોરણે હિસ્સો મેળવવાનો નિર્ણય કર્યો છે. આ કંપનીને 10 વર્ષ સુધી PPP ધોરણે જગ્યા અપાશે.