હૈયે હૈયુ દળાય તેવી જનમેદની, બાળકોથી લઇ યુવાનો અને મોટેરાઓ મન મૂકી ઝૂમ્યા
ખાસ-ખબર સંવાદદાતા
ક્લબ યુવી નવરાત્રી મહોત્સવના પાંચમા નોરતે અતિથિ વિશેષ તરીકે સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, ક્લબ યુવીના એડવાઇઝરી ડાયરેક્ટર મૌલેશભાઇ ઉકાણી, સ્મિતભાઇ કનેરીયા, ઉમિયાધામના પ્રમુખ જગદીશભાઇ કોટડીયા ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવમાં મનસુખભાઇ પાણ, અરવિંદભાઇ પાણ, ચિરાગભાઇ પાણ, અરવિંદભાઇ કણસાગરા, નંદલાલભાઇ માંડવીયા, જમનભાઇ ભલાણી, ક્લબ યુવીના ડાયરેક્ટર સુરેશભાઇ ઓગણજા, વૈશાલીબેન ઓગણજા, સંદીપભાઇ માકડીયા, બીનાબેન માકડીયા, અમીતભાઇ ભાણવડીયા, જયરાજસિંહ રાણા, સંજયભાઇ ધવા, મીથુનભાઇ ડઢાણીયા, મનસુખભાઇ ભીમાણી, પુનીતભાઇ ચોવટીયા, પી.ટી. જાડેજા, મયુરધ્વજસિંહ જાડેજા, પટેલ સેવા સમાજ અને પટેલ પ્રગતિ મંડળના ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યોએ માતાજીની આરતીનો લ્હાવો લીધો હતો.
ક્લબ યુવી રાસોત્સવમાં પાંચમા નોરતે વિવિધ કેટેગરી વાઇઝ વિજેતા જાહેર કરાયા હતા. જેમાં ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સેસ હિરપરા મીરા, ઘેટીયા દ્રિજા, ચિલ્ડ્રન વેલ ડ્રેસ ગોલ વ્રજ, મણવર દિવ્યમ ચિલ્ડ્રન પ્રિન્સેસ તરીકે ઘોડાસરા ઉર્વા, બુટાણી આર્વી, ચિલ્ડ્રન પ્રિન્સ તરીકે જીથરા અંશ, મણવર યુગ, વેલ ડ્રેસ પ્રિન્સેસ તરીકે ઘેટીયા મીસરી, સંતોકી આશરા, ખાનપરા પ્રિન્સી, વેલ ડ્રેસ પ્રિન્સ પાણ હાસ્તીન, કુકડીયા દિપ, પાણ નિકુંજ, પ્રિન્સેસ તરીકે મકવાણા પ્રિયંકા, કાસુન્દ્રા રીયા, બેરા રીના પ્રિન્સ તરીકે સંતોકી રીશી, કણસાગરા જીત, પટેલ અભય વિજેતા બન્યા હતા.
વિજેતા ખેલૈયાઓને ક્લબ યુવીના મધુબેન તથા કાન્તીભાઇ ઘેટીયા, ફાલ્ગુનીબેન તથા ભાવેશભાઇ વેગડા, રેખાબેન તથા અશ્વિનભાઇ સેરઠીયા, હસમુખભાઇ ઉકાણી, પ્રફુલભાઇ જસાણી, ગીરીશભાઇ કણસાગરા, ભરતભાઇ ભીંડોરા, કિરણબેન તથા શૈલેષભાઇ માનસેતા, સ્મિતાબેન તથા રાજેશભાઇ ચાગાણી, ક્લબ યુવીના ડાયરેક્ટરો બીપીનભાઇ બેરા, સુરેશભાઇ ઓગણજા, પ્રફુલભાઇ કાથરોટીયા સહિતના મહેમાનોએ વિજેતા ખેલૈયાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.
ક્લબ યુવીમાં રાસોત્સવમાં સમગ્ર વ્યવસ્થાઓ સુચારૂ રુપે પાર પાડવા માટે બોર્ડ ઓફ ડાયરેક્ટરો, 14 સભ્યોની કોર કમિટી દિનેશભાઇ ચાપાણી, હર્ષિતભાઇ કાવર, હરીભાઇ કલોલા, રજનીભાઇ ગોલ, અતુલભાઇ ભુત, રેનીસભાઇ માકડીયા, દિનેશભાઇ વિરમગામા, યોગેશભાઇ કાલરીયાના માર્ગદર્શન હેઠળની કમિટી મેમ્બર્સની ટીમ મનીષ વાછાણી, કેવલ ખીરસરીયા, પિયુષ સીતાપરા, કિશન સીણોજીયા, રાજુ ધુલેશિયા સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.