ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ ભાજપ લીગલ સેલ તેમજ મહિલા મોરચો, યુવા મોરચો, ભાજપ પરીવાર દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન અટલ સરોવર ખાતે કરવામાં આવેલ હતું આ કાર્યક્રમ અભુતપૂર્વ યોજાઈ ગયેલ જેમાં 3000 ખૈલેયાઓ રમવા તથા 2000 થી વધુ લોકો નીહાળવા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ માં કોઈ ચાર્જ લેવામાં આવેલ નહી તથા પધારેલા તમામ મહેમાનો માટે અલ્પાહારની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ હતી.
- Advertisement -
એક લાખ વોટની સાઉન્ટ સીસ્ટમ સાથે લાઈવ ઓરકેસ્ટ્રા તેમજ નામી ગાયક કલાકારો દ્વારા તમામ ખૈલેયાઓને રમવા મજબુર કરેલા હતા. આ કાર્યક્રમમાં ખૈલેયાઓ માં બેસ્ટ પ્રીન્સ, પ્રીન્સેસ તથા વેલડ્રેસ ને ઈનામો આપીને તેઓને પ્રોત્સાહીત કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય દર્શીતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડીગ કમીટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર, ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોધરા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી માધવભાઈ દવે, કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, ભાજપ અગ્રણી પરેશભાઈ ઠાકર, કિશોરભાઈ રાઠોડ, રાજભા સતુભા, તથા માર્કેટીંગ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોધરા, કાર્યક્રમમાં ઉપસ્થીત રહેલ હતા અને આવો અભુપૂર્વ કાર્યક્રમને માણીને આયોજકોને ધન્યવાદ આપેલ હતા. આ કાર્યક્રમમાં સીનીયર એડવોકેટ લલીતસીહ શાહી, રંજનબેન રાણા, ચેતનાબેન કાછડીયા, અશ્વીનભાઈ ગોસાઈ, ચેતનભાઈ આસોદરીયા, જીતેન્દ્રભાઈ પારેખ, દીલસુખભાઈ રાઠોડ, હેમંતભાઈ ભટટ, દીપેશભાઈ અંધારીયા, પ્રશાંતભાઈ લાઠીગ્રા, કેતનભાઈ જેઠવા, દિવ્યેશ મહેતા, ડી.બી બગડા, અશોકભાઈ ડાંગર, નૃપેનભાઈ ભાવસાર, સંદીપ વેકરીયા, નીવીદ પારેખ, હેમાંશુ પારેખ, પી.વી સોલંકી, અશ્વીનભાઈ મહાલિયા, ચંદ્રસીહ પરમાર, કલદી પસંહ, હિરેન શેઠ, અમીત લોકવાણી, સાગર હપાણી, યશ ચોલેરા, વીશાલ સોલંકી, અંકુરભાઈ વ્યાસ, જીતેન્દ્રભાઈ ધુળકોટીયા બાલાભાઈ સેફાત્રા, નીરાલી કોરાટ સહીતના એડવોકેટઓ પોતાના પરીવાર સાથે ઉપસ્થીત રહેલ અને વેલ્કમ નવરાત્રીમાં ગરબાની મજા માણી હતી. આ કાર્યક્રમમાં પ્રદેશ સહસંયોજક અનીલભાઈ દેસાઈ, પ્રદેશ કારોબારી સભ્ય કિશોરભાઈ સખીયા, સરકારી વકિલશ્રીઓ મુકેશભાઈ પીપળીયા, આબીદ સોશન તેમજ રાજકોટ બાર એસોશીએશનના ઉપપ્રમુખ સુરેશભાઈ ફળદ, સેક્રટરી પી.સી વ્યાસ, ટ્રેઝરર આર.ડી ઝાલા, લાઈબ્રેરી સેક્રેટરી મેહુલ મહેતા, કારોબારી સભ્ય અજયસીહ ચૌહાણ, હીરલબેન જોષી ખાસ ઉપસ્થીત રહયા હતા.