આજે સમગ્ર ભારતમાં રક્ષાબંધન ઊજવવામાં આવી રહી છે. વર્ષ 2023માં આજે અત્યાર સુધીનો ત્રીજો સૌથી મોટો ચંદ્ર જોવા મળ્યો હતો. આ ચંદ્રનો આકાર ખૂબ જ મોટો હતો. પરંતું “સુપર બ્લ્યૂ મૂન” હોવા છતાં આ ચંદ્ર વાદળી નહીં હોય.
આજે સમગ્ર દેશમાં રક્ષાબંધનનો તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. રક્ષાબંધનનું શુભ મુર્હત હવે શરૂ થઈ રહ્યું છે. ત્યારે રક્ષાબંધનની સાથે સાથે આજે એક અનોખી ખગોળીય ઘટનાં પણ બનવા પામી હતી. જેમાં આજે આ વર્ષનો અત્યાર સુધીનો ત્રીજો સૌથી મોટો ચંદ્ર જોવા મળ્યો હતો. જેને લોકો “સુપર બ્લ્યૂ મૂન” તરીકે ઓળખે છે. પરંતું સુપર બ્લુ મૂન હોવા છતાં ચંદ્ર વાદળી નહી હોય. તો આવો જાણીએ કે શું છે આ સુપર બ્લુ મૂન.
- Advertisement -
VIDEO | Visuals of Super Blue Moon from Patna, Bihar.#supermoon #SuperBlueMoon #SUPERBLUEMOON2023 pic.twitter.com/5u3l7mYiFD
— Press Trust of India (@PTI_News) August 30, 2023
- Advertisement -
બ્લ્યૂ મૂન શા માટે કહેવામાં આવે છે?
30 ઓગસ્ટ એટલે કે આજે રાત્રે આકાશમાં ચંદ્ર 7 ગણો મોટો અને વધુ ચમકીલો જોવા મળ્યો હતો. આજનાં દિવસે ચંદ્ર રોજ કરતા ધરતીની વધુ 3,57,344 કિલોમીટર નજીક હતો. જેથી ચંદ્રનો બ્લ્યૂ નહીં, પરંતુ નારંગી રંગનો દેખાયો હતો. તેમ છતાં તેનું નામ બ્લ્યૂ મૂન શા માટે રાખવામાં આવ્યું? આવો જાણીએ તે પાછળનું કારણ.
#WATCH | West Bengal: Visuals of Super Blue Moon from Kolkata. pic.twitter.com/NGj2hg1Y4R
— ANI (@ANI) August 30, 2023
શું ખરેખર વાદળી રંગનો ચંદ્ર રહેશે?
આજે સુપર બ્લ્યૂ મૂન વાદળીની જગ્યાએ નારંગી રંગનો જોવા મળ્યો હતો. ત્યારે ચંદ્રનો વાદળી રંગ સાથે કોઈ લેવા દેવા નથી. આ દિવસે ચંદ્ર સફેદ, નારંગી અથવા પીળો રંગનો જોવા મળ્યો હતો.
Super Blue Moon lights up the sky
Read @ANI Story | https://t.co/I0FWYYVjXn#SuperBlueMoon #supermoon #BlueMoon pic.twitter.com/WasVYjnl6B
— ANI Digital (@ani_digital) August 30, 2023
બ્લ્યૂ મૂન શા માટે કહે છે?
આ મહિને બીજી પૂનમ છે. દર બે થી ત્રણ વર્ષે પૂનમમાં આવો નજારો જોવા મળે છે. નાસાએ જણાવ્યું અનુસાર હવામાં એવા કણ હોય છે. જે લાલ રંગના પ્રકાશને યોગ્ય આકારમાં ફિલ્ટર કરતા હોય છે. જેથી ચંદ્ર વાદળી જોવા મળી શકે છે.