ભરૂચથી વહેલી સવારે 6 જેટલા શ્ર્વેતાંબર જૈન સાધ્વીજી વિહાર અર્થે નીકળ્યા હતા, આ દરમિયાન તેમની સાથે વિહાર સેવક પણ હતા, પરંતુ થોડા કિલોમીટર બાદ તેઓ પરત ફરી ગયા હતા, ત્યારે રસ્તામાં પડતા મહંમદપુરાથી એક વ્યક્તિએ તેમનો પીછો કરવાનું શરૂ કરી દીધું હતું
મહિલા સાધ્વીઓએ દૂર રહેવાનું કહેતા મુસ્લિમ શખસે પટ્ટા વડે માર માર્યો
- Advertisement -
સૌજન્ય : ઑપ ઇન્ડિયા, ગુજરાતી
ભરૂચ પાસે આવેલા થામ-દેરોલ હાઈવે પર વિહાર માટે નીકળેલા જૈન સાધ્વીઓ પર અલ્તાફ હુસૈન શેખે હુમલો કરી દીધો હતો. અલ્તાફ હુસૈન શેખે ભરૂચથી વિહાર માટે નીકળેલા સાધ્વીઓનો મહંમદપુરાથી પીછો કરી રહ્યો હતો. સંયમમાં જીવન નિર્વાહ કરીને રહેતા સાધ્વીજીએ તેને દૂર રહેવાનું કહેતા તેણે પટ્ટો કાઢીને માર મારવાનું શરૂ કરી દીધું હતું. ઘટના સ્થળેથી પસાર થઈ રહેલા એક વ્યક્તિએ વચ્ચે પડીને અલ્તાફ હુસૈનને પોલીસ હવાલે કરી દીધો હતો. મળતી માહિતી અનુસાર ભરૂચથી વહેલી સવારે 6 જેટલા શ્વેતાંબર જૈન સાધ્વીજી વિહાર અર્થે નીકળ્યા હતા. આ દરમિયાન તેમની સાથે વિહાર સેવક પણ હતા, પરંતુ થોડા કિલોમીટર બાદ તેઓ પરત ફરી ગયા હતા. ત્યારે રસ્તામાં પડતા મહંમદપુરાથી એક વ્યક્તિએ તેમનો પીછો કરવાનું શરૂ કરી દીધું હતું. પીછો કરનાર વ્યક્તિ થોડી જ વારમાં તેમની નજીક પહોંચી ગયો અને જોર-જોરથી બૂમો પાડીને સાધ્વીજીઓને ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. નોંધનીય છે કે અન્ય સાધુઓની જેમ જ જૈન સાધુઓ પણ સંયમના નિયમમાં રહેતા હોય છે. ખાસ કરીને સાધ્વીઓ પુરુષોથી એક અંતર જાળવતા હોય છે. આવી સ્થિતિમાં મહંમદપૂરથી પીછો કરી રહેલા અલ્તાફ હુસૈન શેખ સતત તેમની નજીક આવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
દરમિયાન તેઓ જંબુસર માર્ગ પર થામ ગામથી દેરોલ ગામના પાટીયા નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અલ્તાફ એક દમ નજીક આવી ગયો હતો. આ જોઈ સાધ્વીએ તેને દૂર રહેવાનું કહ્યું હતું આ સાંભળી ઉશ્કેરાયેલા અલ્તાફે લાત મારીને એક સાધ્વીજીને નીચે પાડી દીધા અને પટ્ટો કાઢીને તમામને માર મારવા લાગ્યો. આ સમયે માર્ગ પરથી પસાર થનાર સતીશ ચંદુભાઈ રાઠોડે તાત્કાલિક ત્યાં પહોંચી હુમલો કરનાર ઈસમને રોકવા અલ્તાફ હુસૈન શેખે તેમના પર પણ હુમલો કર્યો હતો તેમ છતાંય સતીશ રાઠોડે તે ઈસમને પકડી પાડયો હતો. માર્ગ પર લોકો પણ એકત્ર થઈ જતા આ અલ્તાફ હુસૈન શેખને પકડી તાલુકા પોલીસ મથકના હવાલે કરી દીધો હતો. આ મમાલે તાલુકા પોલીસ મથકના પીઆઈ પ્રકૃતિ ઝણકારે ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈને અલ્તાફ હુસૈન શેખ મૂળ રહે ખંભાત અને હાલ રહે કાચલી પીઠ હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો પોલીસે જૈન બધુંઓની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.