સરપંચ, તલાટી અને અધિકારીઓની મિલીભગતથી ભ્રષ્ટાચારનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.21
મૂળી તાલુકાના ગઢડા ગામે ગ્રામ પંચાયત નિર્માણ કરવાના કામમાં ભ્રષ્ટાચાર થવાના લીધે હાલ ગ્રામ પંચાયતનું કામ આધુરી હોવાનું સામે આવ્યું છે જેમાં ગામના જાગૃત નાગરિક કિશોરભાઇ દ્વારા આ ગ્રામ પંચાયતને નિર્માણ કરવામાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું જણાવી સ્થાનિક સરપંચ, તલાટી અને અધિકારીઓ પર પણ આક્ષેપ કર્યા છે. જાગૃત નાગરિક કિશોરભાઇ દ્વારા જણાવ્યું હતું કે ગઢડા ગામે ગ્રામ પંચાયત નિર્માણ કરવા માટે આશરે 15 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.
- Advertisement -
જેમાં મનરેગા અંતર્ગત ગ્રામજનોને પંચાયત નિર્માણ કરવા માટે રોજગારી પૂરી પાડે તેવા હેતુથી કામ શરૂ કરાવ્યું હતું પરંતુ સ્થાનિક સરપંચ દ્વારા તલાટી અને અન્ય અધિકારીઓ સાથે ઘરોબો રાખી ગઢડા ગામના જ કેટલાક લોકોના જોબકાર્ડ કઢાવી તેમાં ગ્રામપંચાયત નિર્માણ કરવાના કામ અંગેની રકમ જુદા જુદા લોકોના ખાતામાં નાખવી બાદમાં સરપંચ આ તમામ મજૂરોના બેંક ખાતાના રૂપિયા લઈ ગજવા ભરી લીધા હતા અને અંતે આ ભ્રષ્ટાચાર ખુલ્લો પડતા પંચાયતનું કામ અધૂરું રહી ગયું છે કિશોરભાઇ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે સરપંચ દ્વારા આશરે ચારથી પાંચ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર આવ્યો છે જેથી આ અંગે તપાસ કમિટીની રચના કરી ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી છે.