રાજકોટના જીયાણાની વારસાઈ જમીનના 7-12, 8-A તપાસતા ભાંડો ફૂટ્યો
મહિલાએ બોગસ દસ્તાવેજ બનાવનાર સામે એરપોર્ટ પોલીસમાં નોંધાવી ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના મવડીમાં મૌલિક પાર્કમાં રહેતા વિલાસબેન મનસુખભાઈ પાનસેરીયા ઉ.45એ એરપોર્ટ પોલીસ મથકમાં વિલાસબેન મનસુખભાઈ પાનસેરીયાનું ખોટું નામ ધારણ કરનાર સ્ત્રી અને ભૌતિક મનસુખભાઈ પાનસરિયાનું ખોટું નામ ધારણ કરનાર શખસ અને તપાસમાં ખુલે તે શખસો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે રાજકોટના જીયાણા ગામે રેવન્યુ સર્વે નંબર છઈઝ /08/છઞક/4665/2024 તથા છઊંઝ/08/છઞક/4666/2024 ફરિયાદી અને તેના દીકરાનુ ખોટું પાનકાર્ડ બનાવ્યુ હતુ આ સાથે જ ખોટા ફોટા રજૂ કરી અને સહીઓ કરી ખોટાનો સાચા તરીકે ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ છે. અજાણી સ્ત્રીએ મહિલાનું નામ ધારણ કરી તેમજ દીકરાનું ઇલામી નામ ધારણ કરી દસ્તાવેજમાં તેમજ અન્ય જગ્યાએ ખોટી સહીઓ કરી હતી બનાવટી દસ્તાવેજો ઉભા કરી 10 વિઘા જમીન પોતાના નામે કરી ગુનો આચર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
એરપોર્ટ પોલીસ મથકમાં વિલાસબેન મનસુખભાઈ પાનસુરીયાએ ફરિયાદમાં જણાવ્યું હતુ કે, મારા લગ્ન રાજકોટ શહેરના જીયાણા ગામના વતની પરષોતમભાઈ પાનસુરીયાના દિકરા મનસુખભાઈ સાથે વર્ષ 2000મા સમાજના રીત રીવાજ મુજબ લગ્ન કરેલ હતા વર્ષ-2008 મા પતિ મનસુખભાઇ પાનસુરીયાનુ હાર્ટએટેકથી અવસાન થયું હતું ત્યારબાદ મે બીજા લગ્ન વર્ષ 2009મા રાજકોટ રહેતા હસમુખભાઇ ડાયાભાઇ હિરપરા સાથે આર્ય સમાજની વિધિથી કર્યા હતા મારા પ્રથમ પતિ મનસુખભાઈની જમીન રાજકોટ તાલુકાના જીયાણા ગામના રેવન્યુ સર્વે નં-16/1 પેકી 1ની જૂની શરતની જે માળીયુ ના નામથી ઓળખાતી સીમમાં આવેલી છે. જે હેક્ટર આશરે ચો. મી.-1-65-88 ક્ષેત્રફળની ખેતીની ખેડાણવાળી જમીન આવેલી છે. જે જમીન મારા સસરા પરષોતમભાઇ બચુભાઈ પાનસુરીયાના નામે હોય અને જેમા વારસદાર તરીકે જયાબેન વા/ઓ પરષોતમભાઇ બચુભાઈ પાનસુરીયા, મનસુખભાઈ પરષોતમભાઇ પાન સુરીયા, સુરેશભાઈ પરષોતમભાઈ પાનસુરીયા, સુમિતાબેન વા/ઓ હેમંતભાઇ સાકરીયા રહે હાલ સુરત, વિલાશબેન પ્રવિણભાઈ પટોડીયાના નામ હતા જે જમીનની વહેચણી મારી હાજરીમાં મારા સસરાએ મારા પતિ તથા દીયરના ભાગે પડતી વાવવા માટે આપેલ હતી અને બંને ભાઈઓને જુદા-જુદા ખાતા પાડી આપેલ હતા, જે બંને ભાઇઓના (મનસુખભાઈ તથા સૂરેશભાઈ) ભાગે 10-10 વિઘા નામે ચડાવી આપેલ હતી અને મારા પતિના નામે ચડેલી જમીનમાં વારસદાર આંબામાં મારૂ તથા મારા દીકરા ભૌતિકનું નામ છે.
જે બાદ મારો દીકરો ભૌતિક ગત તા. 7 ઓગસ્ટ, 2024ના રોજ આ અમારી જમીનના 7/12 તથા 8-અ કઢાવતા તેમા ખાતેદાર તરીકે પ્રવિણભાઇ વાલજીભાઇ દડેયા અને અમીત પ્રવિણભાઇ દડેયાવાળાઓના નામના નીકળેલ છે. જેઓને અમે ઓળખતા નથી અને તે હાલ ક્યા રહે છે. તેની અમોને ખબર નથી. દસ્તાવેજમા જોતા ખોટુ પાનકાર્ડ લગાવેલ હતુ અને તેમા મારૂ તથા મારા દિકરા ભૌતીકનુ નામ લખેલ હતુ પરંતુ, તેમાં રહેલ ફોટો અમારો નહોતો અને તે પાનકાર્ડ પણ અમારા નહોતા તેમજ દસ્તાવેજમાં મારા તથા મારા દીકરાના ખોટા ફોટા લગાવેલ હોય તેમજ દસ્તાવેજમા કરેલ સહીઓ મારી કે મારા દિકરા ભૌતીકની ન હતી તેમજ આ દસ્તાવેજમા જમીન લેનાર પ્રવિણભાઇ વાલજીભાઇ દડેયા તથા અમીત પ્રવિણભાઇ દડેયા તથા સાક્ષી તરીકે વિપુલ પરષોતમભાઇ ચૌહાણ છે. આ બધા નામવાળાઓને હું તથા મારો દીકરો ભૌતિક ઓળખતા નથી. જેથી, આ પ્રકરણમાં પોલીસ ફરીયાદ નોંધાવી હતી.
- Advertisement -