આંદોલન માટે 800 મહિલાઓ પાસેથી 1200-1200 ઉઘરાવ્યા
મેસેજ ખોટો હોવાનું જણાવી મહિલા અગ્રણીએ સાયબર ક્રાઇમમાં કરી અરજી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
રાજકોટમાં ભાજપના ઉમેદવારના વિવાદિત નિવેદનથી શરૂ થયેલ આંદોલનના પ્રણેતા એવા મહિલાએ આંદોલન માટે ક્ષત્રીય સમાજની 800 મહિલાઓ પાસેથી 1200 લેખે 9.60 લાખ રૂપિયા ઉઘરાવ્યા હોવાના સંકલન સમિતિના ગ્રુપમાં મેસેજ વાયરલ થતા પદ્મિનીબાએ સાયબર ક્રાઈમ પોલીસમાં અરજી આપી આ વાતને વખોડી કાઢી છે.
ક્ષત્રીય સમાજના આંદોલનને વેગ આપવા માટે સંકલન સમિતિની રચના કરવામાં આવી હતી જેના મહિલા ગ્રુપમાં એક મેસેજ વાયરલ થયો હતો જેમાં રાજકોટમાં રહેતા પદ્મિનીબા વાળાએ આંદોલન ચલાવવા માટે સમાજની 800 મહિલાઓ પાસેથી 1200-1200 લેખે 9.60 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનો અને તેના જેવા મહિલાઓથી દુર રહેવું તેવો મેસેજ વોટ્સઅપ ગ્રુપમાં વાયરલ થયો હતો આ સંદર્ભે પદ્મીનીબા સાંજે સાયબર ક્રાઈમ પોલીસ મથકે અરજી કરવા પહોચ્યા હતા અને જણાવ્યું હતું કે આ મેસેજ તદન ખોટો છે પોતે આંદોલન પોતાના ખર્ચે જ ચલાવ્યું છે કોઈ પાસેથી એકપણ રૂપિયાનીઉઘરાણી કરી નથી આ ખોટો મેસેજ વાયરલ કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ ઉચ્ચારી છે સાયબર ક્રાઈમ 1930માં ઓનલાઈન અરજી કરી છે.