રાજકોટ મહાપાલિકાના રહી-રહીને ‘થુંકના સાંધા’
રંગીલા રાજકોટમાં ચોમાસામાં રસ્તાઓ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે. અનેક જગ્યાઓ પર રસ્તાઓનું ધોવાણ થતાં હવે મનપાએ થુંકના સાંધા કરવાનું શરૂ કર્યું છે. આ અંગે વધુ માહિતી આપતાં આર.એમ.સી. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે ગણેશોત્સવ પહેલાં ચોમાસા દરમિયાન શહેરમાં પડેલા તમામ ખાડાઓ બુરી નાખવામાં આવશે. જે માટે આજ સવારથી સેન્ટ્રલ ઝોનમાં ખાડા બુરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વેસ્ટ ઝોનમાં 1136.00 ચો.મી. રોડ, સેન્ટ્રલ ઝોનમાં 521.00 અને ઈસ્ટ ઝોનમાં 44578.00 ચો.મી. આમ ટોટલ 46235.00 ચો.મી. રોડ ધોવાતા ઠેર-ઠેર રસ્તાઓ પર ખાડાઓ પડી જતાં લોકોને મોટી હાલાકી ભોગવવી પડી રહી છે. આમ સેન્ટ્રલ ઝોનમાં આજ સવારથી પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે.
- Advertisement -
અને વેસ્ટ ઝોનમાં આવતીકાલથી પેચવર્કની કામગીરી કરવામાં આવશે. ખાડાઓનું ક્લીનીંગ શરૂ થયા બાદ તમામ ખાડાઓમાં થીંગડા મારી રોડ રસ્તાઓ પર ડામર પાથરવામાં આવશે.