બે વર્ષથી મંત્ર વિશે હું સતત લખતો રહ્યો છું. તે પછી પણ ઘણાં-બધાં સાધક મિત્રો પૂછે છે, “અમે કોઈ એક જ મંત્રનો જાપ કરીએ કે ગમે તે મંત્ર ચાલે?”
મોર્નિંગ મંત્ર
– ડૉ.શરદ ઠાકર
– ડૉ.શરદ ઠાકર
જે મંત્રની તમને દીક્ષા મળી હોય તેના ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરો. બધા મંત્ર સરખા જ છે. કોઈ શ્રેષ્ઠ નથી કોઈ કનિષ્ઠ નથી, પરંતુ તમારી સાધના માટે એક જ મંત્ર પસંદ કરો અને પછી એનો જ જાપ કરો. સતત એક જ મંત્રનો જાપ કરવાથી તમારા મનને તેનું જ વ્યસન લાગી જશે. જે મંત્રનો જાપ વધુને વધુ વાર શાંત ચિત્તે કરતા રહેશો, તે મંત્ર જ તમારા હૃદયમાં લાગણીના રૂપમાં ફેરવાઈ જશે. શ્રી મુકતાનંદબાબા એમનો અનુભવ ટાંકતાં હતાં, “કર્ણાટકમાં એક મહાન શિવયોગીને હું મળ્યો હતો. તે એક વિચિત્ર પ્રકારના જૂતાં પહેરતાં હતાં. એક વખત જ્યારે હું તેમની સાથે ચર્ચા કરી રહ્યો હતો ત્યારે તેમણે ટીકા કરી – “બહુ બોલ-બોલ ન કર અને મારાં જોડાં તારાં કાન પાસે ધર. તેમાંથી જો મંત્રોચ્ચાર સંભળાય તો તને સમજાશે કે મંત્ર-જાપનું શું મહત્ત્વ છે અને એટલાં માટે જ આપણે સંત પુરુષની પાદુકાનું પૂજન કરીએ છીએ.”



