બેચલર ડિગ્રીમાં 50% હોય તો પ્રવેશ અપાશે, છેલ્લા સેમેસ્ટરના ટકા પ્રમાણે પ્રવેશ
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં બી.એડમાં પ્રવેશ માટેની પ્રક્રિયા હાલ ચાલી રહી છે ત્યારે અગાઉ જ્યારે બી.એડ કોલેજો ઈંઈંઝઊ (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન)માં જોડાયેલી હતી ત્યારે પ્રવેશ પરીક્ષા લેવાતી હતી, પરંતુ તાજેતરમાં જ સૌરાષ્ટ્રની બી.એડ કોલેજોને ફરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સામેલ કરી દેવાયા બાદ હવે વિદ્યાર્થીઓએ બી.એડમાં પ્રવેશ માટે પરીક્ષા આપવી નહીં પડે પરંતુ સ્નાતકમાં મળેલા માર્કના આધારે એડમિશન આપવામાં આવનાર હોવાનું યુનિવર્સિટીએ પ્રવેશ જાહેરાત બહાર પાડી જણાવ્યું છે.
બી.એડમાં એડમિશન લેવા માગતા વિદ્યાર્થીઓએ 30 મે સુધી યુનિવર્સિટીની વેબસાઈટ ૂૂૂ.તફીયમી.શક્ષ ઉપરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ગ્રાન્ટ ઈન એઈડ/સરકારી અને સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં બી.એડ બે વર્ષનો અભ્યાસક્રમ ચાલે છે આ બે વર્ષના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ નિયમિત ફી. રૂ. 450 સાથે ઓનલાઇન અરજી કરવાની રહેશે. મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવવા ઈચ્છનારે પણ ઓનલાઇન અરજી કરવાની રહેશે. યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલ છેલ્લા સેમેસ્ટરની માર્કશીટમાં જે માર્ક્સ પરથી ક્લાસ આપવામાં આવેલ છે તે માર્ક્સ લાયકાત તરીકે ગણવામાં આવશે.