હલ્દવાની હિંસાને લઈ દેહરાદૂન, હરિદ્વાર અને ઉધમ સિંહ નગર જિલ્લામાં પોલીસ સંપૂર્ણ એલર્ટ પર છે. તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવા સૂચના
ઉત્તરાખંડના હલ્દવાનીના વનભૂલપુરાના મલિકના બગીચામાં બનેલી ગેરકાયદેસર મસ્જિદ અને મદરેસાને તોડવા ગયેલા વહીવટીતંત્ર અને પોલીસ તેમજ મીડિયા પર્સન પર ગુરુવારે સાંજે મુસ્લિમ સમાજના લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 4 બદમાશોના મોત થયા છે. જ્યારે 100થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. હલ્દવાનીમાં ઈન્ટરનેટ સેવા બંધ છે. આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં પોલીસ એલર્ટ પર છે.
- Advertisement -
હલ્દવાની હિંસાને લઈ દેહરાદૂન, હરિદ્વાર અને ઉધમ સિંહ નગર જિલ્લામાં પોલીસ સંપૂર્ણ એલર્ટ પર છે. તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે. દેહરાદૂન SSPએ પણ સમગ્ર શહેરમાં હિલચાલ વધારી દીધી છે. સંવેદનશીલ વિસ્તારો પર પોલીસ સતત નજર રાખી રહી છે. ઉધમસિંહનગર SPએ પણ સમગ્ર જિલ્લામાં પોલીસ બંદોબસ્ત વધારી દીધો છે. પોલીસ દરેક ખૂણે-ખૂણે નજર રાખી રહી છે અને સામાન્ય લોકોને પણ અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરવામાં આવી છે.
#WATCH | Uttarakhand: Security stepped up in several parts of the violence-hit area of Haldwani.
Violence broke out in Banbhoolpura, Haldwani following an anti-encroachment drive yesterday. pic.twitter.com/dvVW1oGhU4
- Advertisement -
— ANI (@ANI) February 9, 2024
સતત અપડેટ લઈ રહ્યા છે CM ધામી
હલ્દવાની ઘટના બાદ ગ્રામ્ય વિસ્તારોમાં વધુ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. જિલ્લાના તમામ અધિકારીઓ માર્ગો પરની દરેક ગતિવિધિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. CM પુષ્કર ધામી પણ આ સમગ્ર મામલે અધિકારીઓ પાસેથી ક્ષણ-ક્ષણ અપડેટ લઈ રહ્યા છે. વનફુલપુરામાં પ્રવર્તી રહેલા તંગ વાતાવરણને જોતા હવે દહેરાદૂનમાં પણ વહીવટીતંત્ર એલર્ટ પર આવી ગયું છે. દેહરાદૂન DM સોનિકા સિંહ અને SSP અજય સિંહની સંયુક્ત ટીમ સતત સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈ રહી છે.
અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસકર્મીઓ અને વહીવટીતંત્ર સિવાય આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ કોઈ જાનહાનિની માહિતી નથી. પોલીસના જણાવ્યા અનુસાર, પરિસ્થિતિ તંગ છે, પરંતુ નિયંત્રણમાં છે. DIGએ કહ્યું અમારી પાસે આ સમગ્ર ઘટનાના અલગ-અલગ ફૂટેજ છે, આ ઘટના પાછળના તમામ બેફામ તત્વોની ઓળખ કરવામાં આવશે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.