અનેક રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
બંગાળની ખાડીમાં લો પ્રેશર ઝોન હવે વાવાઝોડામાં રૂપાંતરિત થઇ જતાં ચિંતા વધી ગઇ છે અને તે ઝડપથી ઉત્તર-ઉત્તર પશ્ર્ચિમ કિનારા તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (ઈંખઉ) એ તાજા બુલેટિનમાં આ માહિતી આપી છે. ઈંખઉ એ જણાવ્યું છે કે આ વાવાઝોડુ આજે એટલે કે ગુરુવારે (2 ઓક્ટોબર) રાત્રે ઓડિશા અને તેની સાથે જોડાયેલા આંધ્ર પ્રદેશના કિનારે લેન્ડફોલ કરી શકે છે. આ દરમિયાન 75 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે એ પણ જણાવ્યું છે કે આ વાવાઝોડું બીજા દિવસે એટલે કે 3 ઓક્ટોબર સુધીમાં નબળું પડી જશે અને પવનની ગતિ ઘટીને 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાક થઈ શકે છે. પરંતુ આ વાવાઝોડાની અસર થોડા દિવસો સુધી જ ચાલુ રહેશે.
ઈંખઉ એ જણાવ્યું છે કે આ હવામાનની ઘટનાને કારણે આગામી 5 દિવસ સુધી અડધા ડઝનથી વધુ રાજ્યોમાં ભારે પવન અને વરસાદ વરસી શકે છે. ઓડિશા, પશ્ર્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, બિહાર, પૂર્વ મધ્ય પ્રદેશ અને પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ અને ભારે પવન ફૂંકાઈ શકે છે.
ઓડિશામાં ગુરુવારે સવારે પણ વરસાદ નોંધાયો હતો. રાજ્ય સરકારે પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંવેદનશીલ જિલ્લાઓમાં કર્મચારીઓ અને મશીનરી તહેનાત કરી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યના તમામ ભાગમાં મુખ્ય રૂપથી તટીય અને દક્ષિણી વિસ્તારોમાં બુધવારથી જ ભારે વરસાદ થઇ રહ્યો છે. ઈંખઉએ આજે રાજ્યના તમામ 30 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. ઈંખઉએ પોતાના નિવેદનમાં કહ્યું કે બુધવારે રાત્રે બંગાળની ખાડીમાં લો પ્રેશર ઝોન સર્જાયું હતુંજે 17 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું હતું પરંતુ હવે તેની ગતિ ઝડપી બની છે.
- Advertisement -
ગુજરાત અને ઉત્તર ભારતમાં પણ ‘અનોખી’ ઘટનાની શક્યતા
ઈંખઉ એ એક અનોખી ઘટનાની પણ સંભાવના વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે અરબ સાગરમાં પણ એક લો પ્રેશર ઝોન સર્જાયો છે જે ઉત્તર-પૂર્વ તરફ દ્વારકા અને ગુજરાતના કિનારા તરફ વધી રહ્યો છે. જ્યારે ઉત્તર ભારતમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે. આ ત્રણેય સિસ્ટમ્સ (બંગાળની ખાડીનું વાવાઝોડું, અરબ સાગરનું લો પ્રેશર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ)ના એકબીજા સાથે ટકરાવવાની સંભાવના છે, જે એક અનોખી ઘટના હશે. તેના કારણે, 4થી 8 ઓક્ટોબર દરમિયાન પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ અને આસપાસના રાજ્યોમાં રેકોર્ડ બ્રેક વરસાદ પડી શકે છે.