પશ્ર્ચિમ બંગાળમાં NDRFની ટીમ તૈનાત કરાઇ
ખાસ-ખબર સંવાદદાતા
દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાન મોચા ધીમે ધીમે ખતરનાક બની રહ્યું છે. આગાહી મુજબ, ચક્રવાત મોચા 12 મેના રોજ ગંભીર વાવાઝોડામાં અને 14 મેના રોજ ખૂબ જ ગંભીર ચક્રવાતનું રૂપ લેશે. ઈંખઉની ચેતવણીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગઉછઋ કમાન્ડન્ટ ગુરમિન્દર સિંહે જણાવ્યું કે અમે 8 ટીમો તૈનાત કરી છે. ગઉછઋના 200 બચાવકર્મીઓ જમીન પર તૈનાત છે અને 100 બચાવકર્તાને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.
ઈંખઉએ આજે ટ્વીટ કર્યું કે “મોચા” પોર્ટ બ્લેરથી લગભગ 520 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ અને મધ્ય બંગાળની ખાડીને અડીને સ્થાનિક સમય અનુસાર મધ્યરાત્રિએ હતું. ચક્રવાત મોચા જોર પકડી રહ્યું છે અને શુક્રવારની સવાર સુધીમાં 135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ખૂબ જ તીવ્ર ચક્રવાતી વાવાઝોડું બની ગયું છે અને તે બાંગ્લાદેશ-મ્યાનમારના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે, હવામાન કચેરીએ ગુરુવારે રાત્રે જણાવ્યું હતું.
ભારતીય હવામાન વિભાગે ગુરુવારે સાંજે 5:30 કલાકે જણાવ્યું હતું કે, ચક્રવાતી તોફાન મોચા દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર, પોર્ટ બ્લેયરથી લગભગ 520 કિમી પશ્ચિમમાં અને બાંગ્લાદેશ બંદર કોક્સ બજારથી 1,100 કિમી દક્ષિણ-પશ્ચિમમાં છે.
મ્યાનમાર અને બાંગ્લાદેશે મોકાના જોખમને ધ્યાનમાં રાખીને હજારો સ્વયંસેવકોને તૈનાત કર્યા છે અને ગુરુવારે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો છે.