ભારતીય સેના અડધી રાત્રે પાકિસ્તાનના 9 ઠેકાણે એરસ્ટ્રાઈક કર્યા બાદ ભારતભરમાં ઍલર્ટ
પહેલગામ હુમલાનો બદલો લેવા ભારતીય સૈન્યએ પાકિસ્તાન પર કરેલા ભીષણ હૂમલા વચ્ચે ભારે સાવચેતીનાં ભાગરૂપે દેશના અનેક એરપોર્ટ બંધ કરી દીધા છે.
- Advertisement -
ભારતીય સેના અડધી રાત્રે પાકિસ્તાનના 9 ઠેકાણે એરસ્ટ્રાઈક કર્યા બાદ ભારતભરમાં ઍલર્ટ આપવામાં આવ્યું છે. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ આતંકવાદીઓના ઠેકાણા પર હુમલા કર્યા હતા. જે બાદ શ્રીનગર એરપોર્ટ સામાન્ય લોકો માટે બંધ કરી દેવાયું છે. આટલું જ નહીં ભારતમાં અનેક ફ્લાઇટ્સ રદ પણ થઈ છે.
એર ઈન્ડિયાએ બપોરના 12 વાગ્યા સુધીની જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, ચંડીગઢ, પંજાબ જતી તમામ ફ્લાઇટ્સ રદ કરી છે. જામનગર, ભુજ, રાજકોટ, જોધપુર, અમૃતસરની તમામ ફ્લાઇટ રદ કરવામાં આવી છે. ઈન્ડિગોની પણ અનેક ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. મુસાફરો માટે ખાસ એડવાઇઝરી જાહેર કરાઇ છે કે તેઓ યાત્રા શરૂ કરતાં પહેલા ફ્લાઇટની જાણકારી મેળવી લે. રાજકોટ,ભુજ અને જામનગરની ફ્લાઈટ બપોર સુધી રદ કરવામાં આવી છે.
- Advertisement -
હિમાચલ પ્રદેશનાં ધર્મશાળા, કાશ્મીરનાં શ્રીનગર, લેહ, જમ્મુ, પંજાબનું અમૃતસર, રાજસ્થાનનાં બિકાનેર તથા દિલ્હી એનસીઆરના હિડન એરપોર્ટનો સમાવેશ થાય છે. ઈન્ડીગો, સ્પાઈસજેટ, એર ઈન્ડીયા, જેવી એરલાઈન્સોએ ટવીટ કરીને આ માહીતી શેર કરી હતી. સ્પાઈસજેટ દ્વારા એમ કહેવાયું છે કે ધર્મશાળા, શ્રીનગર જમ્મુ, અમૃતસર તથા લેહની ફલાઈટ નવી જાહેરાત સુધી રદ કરવામાં આવે છે. અને મુસાફરોએ તે મુજબ પોતાનું આયોજન ગોઠવવાની સલાહ છે. ઈન્ડીગોએ બિકાનેરનો નામોલ્લેખ કર્યો હતો.
ટાટા ગ્રુપની એર ઈન્ડીયાએ એમ કહ્યું કે જમ્મુ શ્રીનગર,લેહ, જોધપુર, અમૃતસર, ભુજ, જામનગર, ચંદીગઢ રાજકોટની ફલાઈટો નવા આદેશ સુધી રદ કરવામાં આવે છે અને અમૃતસરની બે ઈન્ટરનેશનલ ફલાઈટને દિલ્હી ડાઈવર્ટ કરવામાં આવે છે. અકાશા એરલાઈન્સે પણ શ્રીનગરની ફલાઈટ રદ કરવાની જાહેરાત કરી હતી.