-દહેરાદૂનમાં શૂટીંગ દરમિયાન એકટરે કેદારનાથને શીશ ઝુકાવ્યું
પાછલા કેટલાક સમયથી અક્ષય કુમાર પણ મંદિરોમાં દર્શન કરવાની દરેક તક ઝડપી રહ્યા છે. તાજેતરમાં અક્ષયકુમારે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર કેદારનાથના દર્શનનો ફોટોગ્રાફસ શેર કર્યો હતો. અક્ષય કુમારે કેદારનાથ મંદિરનો એક ફોટોગ્રાફ શેર કરીને લખ્યું હતું, જય બાબા ભોલેનાથ. કેદારનાથના દર્શને આવેલા શ્રધ્ધાળુઓએ પણ અક્ષયકુમારના ફોટોગ્રાફસ-વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.
- Advertisement -
મંગળવારે સવારે અક્ષયકુમાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કેદારનાથ પહોંચ્યા હતા. અક્ષયકુમારને શ્રધ્ધાળુઓ ઘેરી વળ્યા હતા. અક્ષય કુમારના આ ફોટોગ્રાફસ ઝડપથી ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યા છે. અક્ષયકુમાર ભગવાનના દર્શન અને પૂજા બાદ મંદિરમાંથી બહાર નીકળી રહ્યા છે. અક્ષયકુમારને જોઈને દર્શનાર્થીઓની ભીડ ઉત્સાહમાં આવી જાય છે.
અક્ષયકુમાર પણ ભીડને જોઈને જય ભોલેનાથના નારા લગાવે છે. અક્ષય કુમાર હાલ આગામી ફિલ્મ માટે દેહરાદૂનમાં શૂટીંગ કરી રહ્યા છે. શૂટીંગમાંથી બ્રેક લઈને તેઓ ભગવાન કેદારનાથના દર્શન કરવા માટે હેલિકોપ્ટરમાં પહોંચ્યા હતા. અક્ષય કુમારે દર્શનાર્થીઓ સાથે સેલ્ફી પણ લીધી હતી. પાછલા બે વર્ષમાં અક્ષય કુમારની એક માત્ર ફિલ્મ સૂર્યંવંશી જ સફળ રહી છે. તે સિવાય રામસેતુને એવરેજ રિસ્પોન્સ મળ્યો છે. અક્ષય કુમારની પાસે હેરાફેરી સહિત ઘણી મોટી ફિલ્મો છે. કેદારનાથના દર્શન બાદ અક્ષયની ફિલ્મો ફરી સારી ચાલવા માંડે તેવી પ્રાર્થના પણ લોકોએ કરી હતી.
અક્ષયકુમાર ઉત્તરાખંડના સીએમ ધામીને મળ્યા
બોલિવુડ સ્ટાર અક્ષયકુમાર હાલ દહેરાદૂનમાં શૂટીંગ કરે છે. શૂટીંગમાંથી બ્રેક લઈ તેણે કેદારનાથના દર્શન કર્યા બાદ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામીની તેમના નિવાસે મુલાકાત કરી હતી.