બાળકોએ મોબાઇલમાં પબજી ગેમ નહીં રમવાના શપથ લીધા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર મોરબી દ્વારા શૈલેષ ભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ તારીખ 15/02/2025 યુનિક સ્કૂલ ઉમા ટાઉનશિપ મુકામે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો. શાળાના બાળકો આ કાર્યક્રમમાં ખુબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમજ શાળાના અધ્યાપકોએ પણ હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સાથે જ સ્કુલના આચાર્ય અમિતભાઈ પટેલનો ખૂબ સારો સહકાર પ્રાપ્ત થયો હતો. ગાયત્રી પરિવાર મોરબી તરફથી અનિલભાઈ વીઠલાપરા, ગડારા પાર્થભાઈ, ગડારા વાત્સલ્યભાઈ હાજર રહી બાળકોને વ્યસન ન કરવું અને બીજાને વ્યસન મુક્ત કરવા માટેના સપથ લેવડાવ્યા હતા. જયારે એક બાળકે મોબાઇલમાં પબજી ગેમ નહિ રમવાની સપથ લીધી હતી.