જિલ્લા વિકાસ અધિકારીએ પ્રદર્શન રસપૂર્વક નિહાળ્યું
ખાસ-ખબર ન્યૂઝ સાયલા
- Advertisement -
ભારત સરકારના “આકાંક્ષી તાલુકા કાર્યક્રમ” અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા તાલુકા પંચાયત કચેરીનાં પ્રાંગણમાં આગામી એક સપ્તાહ સુધી ‘આકાંક્ષા હાટ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ હાટ ખાતે આકાંક્ષા મિશન મંગલમ હેઠળ ગ્રામ વિકાસ એજન્સી દ્વારા વોકલ ફોર લોકલના ઉદેશ્ય સાથે સ્વસહાય જૂથના મહિલાઓ દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ તકે જિલ્લા વિકાસ આધિકારી કે.એસ.યાજ્ઞિક દ્વારા ‘આકાંક્ષા હાટ’ની મુલાકાત લઈ સ્થાનિક કારીગરો, ખેડૂતો અને સ્વસહાય જૂથોનાં મહિલાઓ દ્વારા નિર્મિત પરંપરાગત હસ્તકલા, હેન્ડલૂમ અને પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો જેવી વિવિધ વસ્તુઓનું પ્રદર્શન-સહ-વેચાણ રસપૂર્વક નિહાળી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.