સતત 18મી વખત આજી ડેમ ઓવરફ્લો થતા જળસંકટ દૂર થયું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં છેલ્લા 5 દિવસથી મેઘમહેર વરસી રહી છે. ત્યારે શહેરને પાણી પુરૂ પાડતો આજીડેમ ઓવરફ્લો થયો છે. આ ડેમ 1957માં બનાવવામાં આવ્યો હતો. આથી 71 વર્ષમાં આજે 18મી વખત ઓવરફ્લો થયો છે. સવારના 7થી 8 વાગ્યા સુધીમાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે 8થી 9 વાગ્યા સુધીમાં વધુ 5 ખખ વરસાદ વરસ્યો હતો. હાલ પણ ધીમી ધારે ઝાપટા વરસી રહ્યા છે.
- Advertisement -
રાજકોટની જીવાદોરી આજીડેમ 18મી વખત ઓવરફ્લો થતા પાણીનું સંકટ દૂર થયું છે. શહેરમાં આ ચોમાસાની સિઝનનો કુલ વરસાદ 1000 ખખથી વધી ગયો છે. એટલે કે, રાજકોટમાં કુલ 40.24 ઇંચ પાણી વરસી ગયું છે. જ્યારે ન્યારી-1 ડેમ 23 વખત અને ભાદર ડેમ 25મી વખત ઓવરફ્લો થયો છે.
વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. સવારના 7 વાગ્યાથી વરસાદ વરસી રહ્યો છે. સવારના 7 થી 9 વાગ્યા સુધીમાં સૌથી વધુ ઇસ્ટ ઝોનમાં 30 ખખ, સેન્ટ્રલ ઝોનમાં 28 ખખ અને વેસ્ટ ઝોનમાં 17 ખખ વરસાદ નોંધાયો છે. શહેરના આજીડેમ, માધાપર ચોકડી, રેસકોર્સ રિંગ રોડ, ઢેબર રોડ, કાલાવડ રોડ, જામનગર રોડ, 150 ફૂટ રિંગ રોડ, યાજ્ઞીક રોડ, જંક્શન પ્લોટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
31 જાન્યુ. સુધી ચાલે તેટલું પાણી
- Advertisement -
સૌરાષ્ટ્રમાં છેલ્લા સપ્તાહથી પડેલા વરસાદને કારણે શહેરને પાણી પૂરું પાડતા ત્રણેય ડેમ છલોછલ ભરાઈ ગયા છે. ભાદર અને ન્યારીમાં આવકને પગલે દરવાજા ખોલાયા છે. જ્યારે આ ડેમમાં 31 જાન્યુઆરી 2023 સુધી પાણી ચાલશે. ત્યાર પછી ફેબ્રુઆરીમાં મનપા તંત્ર નર્મદા વિભાગને પત્ર લખી પાણીની માંગ કરશે.
ભગવદ્ગોમંડલ પ્રમાણે આજીનો મતલબ મા
ગુજરાતી ભાષાના સૌથી મોટા શબ્દકોશ ભગવદ્ગોમંડલ પ્રમાણે આજીનો મતલબ મા થાય છે તેથી કહી શકાય કે, રાજકોટની જીવાદોરી સમાન ગણાતો આજીડેમ ઓવરફલો થતા માતાનું માતૃત્વ છલકાયું.