બાંગ્લાદેશમાં મધરાત્રે નવી વચગાળાની સરકારે શાસનધૂરા સંભાળી
એરઈન્ડિયાની ખાસ ફલાઈટમાં 205 નાગરિકો પરત ફર્યા: યુદ્ધ જેવો માહોલ હોવાનો દાવો
- Advertisement -
ઈન્ડિગો, વિસ્તારા જેવી એરલાઈન્સના વિમાન પણ આજે ઉડાન ભરશે: ભારત સરકાર સતત સંપર્કમાં
હિંસાની આગમાં લપેટાયેલા પાડોશી દેશ એવા બાંગ્લાદેશમાં હજારો ભારતીયો અટવાયા છે અને ભારત સરકાર તેના પર નજર રાખી જ રહી છે ત્યારે ભારતીય નાગરીકોને સુરક્ષિત પરત લાવવા માટે ખાસ વિમાનો ઉડાડવાનું શરુ કરવામાં આવ્યું છે. એરઈન્ડીયાની ખાસ ચાર્ટર્ડ ફલાઈટમાં 205 ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે અને આજથી ઈન્ડીગો, વિસ્તારા જેવી એરલાઈન્સની ફલાઈટો પણ ઉડાન શરુ કરશે.
બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસાને રાજકીય ઉથલપાથલ વચ્ચે નવી વચગાળાની સરકારે મધરાત્રે સતાના સૂત્રો સંભાળી લીધા છે. નોબલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારના વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે અને સંસદનું વિસર્જન કરી નાંખવામાં આવ્યું છે. હિંસાગ્રસ્ત પાડોશી રાષ્ટ્રમાં હજારો ભારતીય ફસાયેલા છે અને તેઓને સુરક્ષિત પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા ખાસ વિમાનો મોકલવાનું શરુ કર્યુ છે. હિંસાને કારણે ભારતીય વિમાની કંપનીઓએ બાંગ્લાદેશની તમામ ફલાઈટો રદ કરી નાંખી હતી તે હવે આજથી શરુ કરવામાં આવશે.
- Advertisement -
એરઈન્ડીયાએ મોકલેલા ખાસ વિમાનમાં 205 ભારતીય નાગરિકોને પરત ફર્યા હતા. આજથી અન્ય એરલાઈન્સની ઉડાનો પણ શરૂ થશે. એરઈન્ડીયાના બે વિમાનોનું સંચાલન કરવામાં આવશે. આ સિવાય ખાસ વિમાનો પણ મોકલવામાં આવે તેવી સંભાવના છે. ઈન્ડીગો તથા વિસ્તારાના વિમાનો પણ આજે ઢાકાથી ભારતીયોને પરત લાવે તેવી સંભાવના છે. એરઈન્ડીયાના ગઈ મોડીરાત્રે પરત આવેલા ખાસ વિમાનમાં છ બાળકો સહિત 205 નાગરિકોને પરત લાવવામાં આવ્યા હતા. આ વિમાન વ્હેલી સવારે પરત આવ્યુ હતું. બાંગ્લાદેશથી પરત ફરેલા મુસાફરોએ જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં યુદ્ધ જેવી હાલત છે. વચગાળાની સરકાર હવે પરીસ્થિતિ પર કેવી રીતે અંકુશ લે છે તેના પર મીટ છે. સર્વત્ર સૈન્ય જવાનો નજરે ચડી રહ્યા છે. જો કે પરીસ્થિતિ વ્હેલી તકે કાબુમાં આવી જાય તેવો માહોલ સર્જાયો હતો.