ગાંધવી ખાતે સાંસ્કૃતિક વન ખુલ્લુ મૂકશે : ‘સૌરાષ્ટ્રની સુગંધ’ની થીમ સાથેના આકર્ષણ : વન મહોત્સવનું આયોજન
સમગ્ર વિશ્વ માટે હાલ આબોહવાકીય પરિવર્તનનો વિકટ પ્રશ્ન ઉપસ્થિત છે. ત્યારે આ સમસ્યાનો ઉકેલ મહત્તમ વૃક્ષો ઉછેરી, પર્યાવરણીય સમતુલા જળવાઇ તે સુનિશ્ચિત કરવાનો છે. પૃથ્વીને હરીયાળી બનાવવા તથા પ્રકૃત્તિના જતન માટે વનો અને વૃક્ષોનું સંવર્ધન કરવું ખૂબ જ આવશ્યક છે.
- Advertisement -
આ પવિત્ર હેતુ માટે રાજ્યમાં દર વર્ષે ‘વનો અને વૃક્ષોના ઉત્સવ’ એટલે કે ‘વન મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવે છે. રાજ્યમાં વર્ષ 2004થી સાંસ્કૃતિક વન નિર્માણની શરૂઆત થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ માં કે નામ’ અભિયાનને સફળ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આગામી ગુરૂવાર તા. 8ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી(હર્ષદ) ગામ ખાતે આવેલા પૌરાણિક તથા ઐતિહાસિક મહત્વ ધરાવતા હરસિદ્ધિ માતા મંદિર ખાતે આ વર્ષે ‘75મો વન મહોત્સવ’ યોજાશે અને 23માં સાંસ્કૃતિક વન ‘હરસિધ્ધિ વન’નું લોકાર્પણ કરશે.
સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિની ઝલક દર્શાવતી ‘સૌરાષ્ટ્રની સુગંધ’ થીમ સાથે સાંસ્કૃતિક હરસિધ્ધિ વનમાં નવા અભિગમ સાથે પ્રવાસીઓને અનેક આકર્ષણો જોવા મળશે.
દ્વારકા-સોમનાથ સાંસ્કૃતિક કોરીડોરની મધ્યમાં આવેલ આ વન લોકોને મોટી સંખ્યામાં આકર્ષિત કરશે. તેમજ નેશનલ હાઇ-વે 51ના મુખ્ય માર્ગથી બે કી.મી. દુર હોવાથી લોકોનો પ્રવાસ પણ સુગમ રહેશે. આ વનમાં મુખ્ય દ્વાર, પ્રવેશ 5રિસર, હરસિધ્ધિ માતાજી સાંસ્કૃતિક વાટીકા, સેરેમોનીયલ ગાર્ડન, શ્રી કૃષ્ણ ઉ5વન, શ્રી કૃષ્ણ કમળ વાટીકા વગેરે જેવા સાંસ્કૃતિક આકર્ષણોનું નિમાર્ણ કરવામાં આવ્યું છે.
- Advertisement -
આ વનમાં મુખ્ય વન તરીકે સ્વાગત વાટીકા, આયુષવન, વન કવચ, વાઇલ્ડ લાઇફ ઝોન, તાડ વાટીકા, 5વિત્ર ઉ5વન, સ્ટોન મેઝ ગાર્ડન, સ્ટોન થેરાપી વોક વે, ગુગળ વન, કેકટસ વાટીકા વગેરે જેવા વનનું નિમાર્ણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત બાળ વાટીકા, સેલ્ફી પોઇન્ટ ગાર્ડન, બીચ થીમ સીટીંગ એરીયા, મેડીટેશન, ગઝેબો, સનસેટ પોઇન્ટ પ્રવાસીઓને આકર્ષીત કરશે. પર્યટકોની સુગમતા ધ્યાને લઇ પાર્કીગ એરીયા, ટોયલેટ અને પીવાના પાણી, રોપા વેચાણ કેન્દ્ર જેવી જન સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
આ વનમાં વડ, પીપળો, પ્રાગ વડ જેવા સ્થાનિક પ્રજાતિના વૃક્ષો જેવા કે દરિયાકાંઠે ઉછરી શકે તે માટે તેને અનુરૂપ રોપાઓ પીલુ, નાળીયેર, બદામ, અરણી વિગેરે વૃક્ષો પણ ઉછેરવામાં આવેલા છે. વનમાં વિવિધ પ્રજાતિના અંદાજિત 41,619 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યુ છે.