અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણી નગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઈજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ત્રણ ગાડી અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથા આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો.
અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું. આ પ્લેનમાં 200 જેટલા પેસેન્જર અને કાર્ગો પણ હતું.
- Advertisement -
દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.
આ દરમિયાન ઈજાગ્રસ્તોની સહાય માટે તાત્કાલિક ધોરણે ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ પહોંચી ગઇ છે. અનેક ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડાઈ રહ્યા છે. આ વિમાનમાં 142 મુસાફરો હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને પોલીસ અને સેનાના જવાનો પણ બચાવકાર્ય માટે પહોંચી ગયા છે. બીજેપી અમદાવાદમાં તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.
આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને ઘટનાની સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. સીએમ હાલમાં સુરતમાં હતા અને તેઓ અમદાવાદ આવવા રવાના થઇ ગયા છે. બીએસએફની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે. દુર્ઘટનાસ્થળેથી જેવી તસવીરો સામે આવી રહી છે તે વિચલિત કરી દે તેવી છે.
- Advertisement -
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ફ્લાઈટમાં હતા
આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હોવાના અહેવાલ હતા. પરંતુ પછીથી પુષ્ટી થઇ હતી કે આ વિમાનમાં વિજય રૂપાણી હાજર હતા. વિજય રૂપાણીની પ્લેનની ટિકિટનો ફોટો પણ વાઈરલ થયો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ ઘટનાને પગલે અમદાવાદ આવવા રવાના થાય છે. વિમાનમાં 242 મુસાફરો હોવાની જાણકારી મળી રહી છે. આ વિમાન ક્રેશ થવાના કારણે આસપાસના વિસ્તારમાં લોકો ધણધણી ઉઠ્યા હતા.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અમદાવાદ આવી પહોંચ્યા
વિમાન દુર્ઘટનાની જાણકારી મળતાં જ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અમદાવાદ આવી પહોંચ્યા. તેઓ કડી ગયા હતા.
મૃતકોમાં 8 ડૉક્ટર હોવાની માહિતી
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વિમાનમાં કુલ 242 મુસાફરો હતા જેમાં 10 ક્રૂ મેમ્બર્સ હતા. હાલમાં મળી આવેલા મૃતદેહોમાં 8 જેટલાં ડૉક્ટરો હોવાની જાણકારી મળી રહી છે.
વિમાનમાં કયા કયા દેશોના લોકો સવાર હતા?
1 કેનેડિયન નાગરિક
53 બ્રિટનના નાગરિક
7 પોર્ટુગલના નાગરિક
169 ભારતીય નાગરિક
પીએમ મોદી થયા એક્ટિવ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે નાગરિક ઉડ્ડયન મંત્રી જોડે કરી વાતચીત, ઘટનાની સ્થિતિ વિશે જાણકારી મેળવી. તેમણે આ મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલને પણ કોલ કર્યો હતો અને ઘટના વિશે તાગ મેળવ્યો હતો.
પેસેન્જરની યાદી સામે આવી, પહેલા જ પાનામાં રૂપાણીનું નામ
જૂઓ પેસેન્જર લિસ્ટ









અમદાવાદ એરપોર્ટ અનિશ્ચિતકાળ માટે બંધ
આગામી અહેવાલ સુધી અમદાવાદ એરપોર્ટ પર તમામ ફ્લાઇટોનું સંચાલન અનિશ્ચિતકાળ માટે અટકાવી દેવામાં આવ્યું છે.
25થી વધુ મૃતદેહો બળી ગયેલી હાલતમાં મળ્યાં
અત્યાર સુધી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર 25 થી 30 મૃતદેહોને કાઢી લેવામાં આવ્યા છે જે મોટાભાગે બળી ગયેલી હાલતમાં મળ્યાં છે.
ઉડાન ભરતાં જ વિમાન બે મિનિટમાં ક્રેશ
સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ 1.38 વાગે ટેક ઓફ થઈ હતી. આંખના પલકારામાં બે મિનિટમાં જ વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાયો હતો. જેથી વિમાન બિલ્ડિંગ સાથે ટકરાઈ ક્રેશ થયુ હતું. વિમાન ધડાકાભેર ક્રેશ થતાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીએમને કર્યો કોલ
આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને ઘટનાની સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. સીએમ હાલમાં સુરતમાં હતા અને તેઓ અમદાવાદ આવવા રવાના થઇ ગયા છે. બીએસએફની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે. દુર્ઘટનાસ્થળેથી જેવી તસવીરો સામે આવી રહી છે તે વિચલિત કરી દે તેવી છે.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ફ્લાઈટમાં હોવાની આશંકા
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હોવાના અહેવાલ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ ઘટનાને પગલે અમદાવાદ આવવા રવાના થાય છે. વિમાનમાં લગભગ 242 મુસાફરો હોવાની જાણકારી મળી રહી છે. આ વિમાન ક્રેશ થવાના કારણે આસપાસના વિસ્તારમાં લોકો ધણધણી ઉઠ્યા હતા.
ફ્લાઈટમાં મોટા ભાગના મુસાફરો ગુજરાતી હોવાનું અનુમાન
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી છે. જો કે, આ ઘટનામાં જાનહાનિ કે ઈજાગ્રસ્તોનો ચોક્કસ આંકડો હજુ સુધી મળી શક્યો નથી. આ ફ્લાઈટમાં મોટા ભાગના મુસાફરો ગુજરાતી હોવાનું અનુમાન છે.
સિવિલ હોસ્પિટલના તબીબોને ફરજ પર હાજર થવા આદેશ
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલના તમામ ડૉક્ટરોને ફરજ પર હાજર થવાના આદેશ અપાયા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ સિવિલ હોસ્પિટલ જવા માટે રવાના થઇ ગયા છે.
ફાયર બ્રિગેડ, પોલીસ, BSF દ્વારા બચાવ કાર્ય શરૂ
આ દરમિયાન ઈજાગ્રસ્તોની સહાય માટે તાત્કાલિક ધોરણે ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ પહોંચી ગઇ છે. આ વિમાનમાં 200થી વધુ મુસાફરો હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડની ત્રણ ગાડીનો કાફલો, પોલીસ, NDRF અને BSF જવાનો પણ બચાવકાર્ય માટે પહોંચી ગયા છે અને ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડાઈ રહ્યા છે.
સિવિલ હોસ્પિટલની હોસ્ટેલ-મેસ પર પ્લેન ક્રેશ?
પ્રાથમિક અહેવાલો પ્રમાણે આ પ્લેન ક્રેશ સિવિલ હોસ્પિટલની રેસિડેન્શિયલ હોસ્ટેલ અને મેસ પર પડ્યું હોવાનું કહેવાય છે. આ દરમિયાન એટલો મોટો ધડાકો થયો હતો કે, સિવિલ હોસ્પિટલનો સ્ટાફ અને દર્દીઓ પણ ગભરાઈ ગયા હતા. એટલું જ નહીં, અનેક દર્દીઓના બ્લડપ્રેશર પણ વધી ગયા છે. ફરજ પરના તબીબોએ પણ પુષ્ટિ કરી છે કે, ધડાકાના કારણે અનેક દર્દીઓની સ્થિતિ નાજુક છે.