કાર્તિક મહેતા
2017ના ‘”Attention Is All You Need’ પેપરે AI જગતને બદલી નાખ્યું : આશિષ વાસવાણી અને નિકી પરમારનું રિસર્ચ પેપર બન્યું ChatGPT જેવી ટેક્નોલોજીનો આધાર
- Advertisement -
વાત બહુ જુની નથી. હજુ માંડ આઠેક વર્ષ પહેલાની છે. 2017માં ગુગલ બ્રેઈન પ્રોજેક્ટ અંતર્ગત કામ કરતા એક બત્રીસ વર્ષના ભારતીય યુવાન અને એની ટીમે એક રિસર્ચ પેપર પબ્લિશ કર્યું. આ યુવાનનું નામ આશિષ વાસવાણી. વાસવાણી સાથે એક યુવાન ભારતીય રિસર્ચર પણ હતી એનું નામ નિકી પરમાર. વાસવાણી-પરમાર અને એમની લગભગ છએક જણાની ટીમે એક પ્રતિષ્ઠિત કોન્ફરન્સ(ન્યુરલ ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ કોન્ફરન્સ)માં આ પેપર પબ્લિશ કર્યું. રિસર્ચ પેપરનું મથાળું (ટાઇટલ) કોઈ મેગેઝીનના આર્ટિકલના ટાઇટલ જેવું હતું : “અટેંશન ઇઝ ઑલ યુ નીડ” મસાલા પૂર્તિઓ, નબળી કક્ષાની ફિલ્મો, હાડોહાડ વેપાર બની ગયેલી ક્રિકેટ મેચીસ અને રાજકારણીઓના નબળી કક્ષાના કામ અને સ્ટેટમેન્ટ્સ જ્યા અખબારો અને ટીવીમાં જગ્યા રોકીને બેઠા હોય અને વળી પ્રજા પણ આવા બકવાટ અને ફારસ જોઈને ટેવાઈ ગયેલી હોય એવા મહાન ભારત દેશમાં તો ક્યાંય ખાસ નોંધ લેવાઈ નહિ કે આપણા ભારતીય યુવાન અને એની ટીમે કેવું અઘરું મોતી વીંધી બતાવ્યું હતું !!! વાત એમ બની હતી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ઉપર નેવુંના દાયકાથી પુરપાટ કામ થતું હતું, અનેક રિસર્ચ વર્ક અને પ્રોજેક્ટ પબ્લિશ થતા હતા, ગેરી કાસ્પારોવ નામના ચેસ વિશ્ર્વવિજેતાને ડીપ બ્લુ નામના કમ્પ્યુટરે હરાવી દીધો તે વાત પણ લોકોને મોઢે ગવાવા લાગી હતી…
પણ ખાટલે મોટી ખોડ હતી કે કમ્પ્યુટર સાથે વાતચીત કરવાનું શક્ય નહોતું બનતું. કોઈ ઇન્ટેલીજન્ટ પ્રોગ્રામને કાંઈક પૂછો અને તે એકદમ ત્વરાથી જાતે ઉત્તર આપે એવું કરવામાં બહુ તકલીફ પડી રહી હતી. કેમકે પ્રોગ્રામને આપણી ભાષા સરખી રીતે સમજાઈ રહી નહોતી. એ બહુ મોટી ચેલેન્જ હતી.. આશિષ વાસવાણી અને એમની ટીમે જે માત્ર નવ પાનાનું રિસર્ચ પેપર પબ્લિશ કર્યું એ એક પેપરે આ વર્ષો જૂની ચેલેન્જનો એકઝાટકે અંત લાવી દીધો. બહુ જ સાદી ભાષામાં સમજીએ તો વાસવાણી અને એમની ટીમે એક નવી પદ્ધતિનો આવિષ્કાર કર્યો હતો (જેને એમણે ટ્રાન્સફોર્મર એવું નામ આપ્યું) .. જો પ્રોગ્રામને મળતા ડેટાને વાસવાણીના પેપરમાં દર્શાવેલ પદ્ધતિથી “પ્રોસેસ” કરવામાં આવે તો કમ્પ્યુટર પ્રોગ્રામને આપણી ભાષાના વાક્યો અને એના સંદર્ભ બહુ સરસ રીતે સમજાઈ જાય એમ હતા. પહેલા જે પ્રોગ્રામ બનતા એમાં એવું થતું કે જયારે આપણે કહીએ કે “નારંગી એક ખટમીઠું ફળ છે, એ મને પ્રિય છે” તો પ્રોગ્રામને એ સમજતા તકલીફ પડતી કે આ વાક્યમાં મને પ્રિય શું છે ?? વાક્યમાં જે “એ” આવ્યો તે નારંગી માટે હતો કે અન્ય કોઈ ચીજ માટે તે સમજવું પ્રોગ્રામ માટે અઈંક્ય હતું. એટલે ઈવફિૠંઙઝ કે ગ્રોક કે જેમીન AI કે ચાઈનાના ડીપસીક જેવા મોડેલ ડેવલપ થઇ શકતા નહોતા. પરંતુ વાસવાણી અને એની ટીમે પબ્લિશ કરેલા આ જબ્બરદસ્ત રિસર્ચ પેપરે ઈવફિૠંઙઝ, ગ્રોક કે ડીપસીક જેવા અતિબુદ્ધિશાળી અને વળી અત્યન્ત ફાસ્ટ એવા મોડેલ્સ બનાવવા આડેની અડચણો દૂર કરી આપી. આથી આ બધા મોડેલ્સ વસવાણીના પેપરની ઉપરથી “ટ્રાન્સફોર્મર મોડેલ્સ” જ કહેવાય છે. ચેટ જીપીટી અને એન ઉપરાંત બીજા અનેક અઈં ટુલ્સ થકી લોકોના જીવનમાં પરિવર્તનનો વાયરો, અરે નહિ વાયરો નહિ વાવાઝોડું, ફૂંકાવાનું ઓલરેડી સ્ટાર્ટ થઇ ગયું છે. મોટી મોટી આઇટી કમ્પનીઓ હવે અઈં ટેક્નોલોજી તરફ વળી રહી છે, અનેક ક્ષેત્રે લોકોની નોકરીઓ જોખમમાં મુકાઈ છે.. પ્રાથમિક શાળાઓમાં પણ અઈં ટેક્નોલોજી વાળા બોર્ડ પ્રવેશી ચુક્યા છે. એન્જીનીયરિંગ, ટેક્નોલોજી, બિઝનેસ મેનેજમેન્ટ જેવા અનેક ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરી કરીને એસાઇનમેન્ટસ, પ્રોજેક્ટ અને લર્નિંગ એમ સઘળું કામ રમતા રમતા પૂરું કરી દે છે….
ભારતના એક બીજા યુવાન અરવિંદ શ્રીનિવાસે (અમેરિકામાં) પરપ્લેક્સિટી અઈં નામનું સ્ટાર્ટ અપ સ્થાપ્યું છે. આ અઈં આધારિત સર્ચ એન્જીનથી ગુગલ જેવા મહારથી પણ ગભરાઈ રહયા છે!! ભારતના એક યુવાન એન્જીનીયર ત્રાપિત બંસલને મેટા અઈં તરફથી (રૂપિયામાં ગણો તો) આઠસો કરોડ રૂપિયાનું વાર્ષિક પેકેજ જાહેર થયું છે. અને બંસલભાઈ એકલા નથી. અનેક ચાઈનીઝ, કોરિયન, રશિયન, જાપનીઝ અને ભારતીય યુવાનો અઈં ટેક્નોલોજી પર કામ કરીને આવા માતબર પેકેજીસ મેળવી રહ્યા છે.. આવડા તોતિંગ પેકેજીસ આપનાર કમ્પનીઓ પણ જેવીતેવી હોય નહિ.. એમને ભવિષ્ય તરફ મીટ માંડી છે. આ કંપનીઓને AI ટેક્નોલોજીની આ ઘોડદોડમાં જરાય પાછળ રહેવું પોસાય એમ નથી. જેમ મોટી માછલીઓ નાની માછલીઓને ગળે એમ મોટી કમ્પનીઓ નાની ટેક્નોલોજિકલ કંપનીઓને મોંમાંગ્યા દામે ખરીદી રહી છે. અલાદીન પાસે જીન હતો જે એની તમામ સમસ્યાઓનું સમાધાન કરી આપતો એમ દુનિયાની સમસ્યાઓનું સમાધાન મોટી મોટી કમ્પનીઓને આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીમાં દેખાઈ રહ્યું છે.. વર્ષો જૂની ગાણિતીય સમસ્યાઓને સોલ્વ AI ટેક્નોલોજીથી શક્ય છે. વિચાર કરો કે તમને ભવિષ્યમાં આવતા હાર્ટ એટેક કે કેન્સર કે ડાયાબીટીસની આગાહી થઇ શકે તો કેટલું ઉપયોગી નીવડે ??
- Advertisement -
શું છે AI?
ભારતીય પ્રતિભાનો દબદબો: AI સ્ટાર્ટઅપ્સ અને ઊંચા પગાર: અરવિંદ શ્રીનિવાસે ‘ઙયિાહયડ્ઢશિું અઈં’ જેવું સ્ટાર્ટઅપ સ્થાપીને ગુગલને પણ ચિંતામાં મૂક્યું
બહુ એટલે બહુ સરળ ભાષામાં સમજાવીએ તો આમ છે : માણસનું મગજ જે કાંઈ શીખે છે તે જાતે નથી શીખતું પણ બીજાનું જોઈ સાંભળીને શીખે છે. કોઈએ ગરમ તપેલી અડી અને તે દાઝી ગયું તો આપણે આપોઆપ એ ગરમ તપેલીને અડકવાથી દૂર રહીશું. આમ, માણસનું મગજ સતત ડેટા દ્વારા શીખતું રહે છે. અઈં એટલે એવો પ્રોગ્રામ જે માણસના મગજની જેમ ડેટા ઉપરથી જાતે જાતે શીખી લે. જેમકે એને એક સફરજન અને એક નારંગી બતાવીને સમજાવવામાં આવે કે આવા આકાર અને રંગ ધરાવતી ચીજને ફળ કહેવાય તો જયારે તે નાળિયેર જોશે ત્યારે એને લીલા રંગના ફળ તરીકે જાતે જાતે વર્ગીકૃત કરી દેશે. આ ટેક્નોલોજી પાછળ વિશુદ્ધ ગણિત કામ કરે છે. ખાસ તો આંકડાશાસ્ત્ર (સ્ટેટિસ્ટિક્સ) અને બીજગણિત (લિનિયર અલજેબ્રા) પ્રકારના ગણિતશાસ્ત્રનો AI ટેક્નોલોજીમાં ભરપૂર ઉપયોગ થાય છે.ખરેખર તો આ બે ગણિત શાખાઓ ઉપર જ આખું અઈં ઊભું છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી. આપણી ભાષાના વાક્યો હોય કે ફોટા/વિડીયો હોય કે કોઈ આંકડાકીય માહિતી હોય — બધું છેવટે ડેટા છે અને આ ડેટાના સમુદ્રનું સમુદ્રમંથન કરીને અઈં ટેક્નોલોજી અવનવા અને અઈંક્ય જણાતા કામો પુરા કરી શકે છે.
રિલાયન્સની એજીએમમાં મુકેશભાઈ અંબાણી જેવા અઠંગ વેપારીને જયારે કહેવું પડે કે “ડેટા ઇઝ ન્યુ ઓઇલ” અર્થાત ડેટા હવે ઓઇલ (પેટ્રોલિયમ) જેટલો કિંમતી છે ત્યારે સમજી શકાય કે ડેટા સાયન્સ (AI ની પેટા શાખા) નું ભવિષ્ય કેટલું પ્રોમિસિંગ છે !! ચેટ જીપીટી જેવા લાર્જ લેન્ગવેજ મોડેલ ને સતત કરોડો ગીગાબાઈટ્સ જેટલો ડેટા આપીને ટ્રેઈન કરવામાં આવ્યા છે. દિવસે દિવસે એમનું બળ વધતું જવાનું છે કેમકે એમને સતત ડેટા આપીને સમૃદ્ધ કરવામાં આવે છે. આ ટેક્નોલોજી માટે જે ગંજાવર કમ્પ્યુટિંગ કેપેસીટી /ગણનક્ષમતા જોઈએ તે માટે વિશાળ “સર્વર ફાર્મ્સ” બનાવવા અને નિભાવવા પડે છે. જેમાં સામાન્ય કમ્પ્યુટર થી થોડી અલગ કમ્પ્યુટિંગ ટેક્નોલોજી ધરાવતા કમ્પ્યુટર્સ સતત અવિરત ચાલતા રહે છે. ગુગલ માઈક્રોસોફ્ટ એમેઝોન અને આઈ બી એમ જેવી ગંજાવર કંપનીઓએ આ સર્વર ફાર્મ્સમાં અઢળક રોકાણ કરેલું છે. એક સામાન્ય ઉદ્ધારણ થી પ્રકાશ પડશે કે એ આઇ ટેકનોલોજી ને કેમ અલાદીનનો જીન કહેવામાં આવે છે!! પ્રોટીનનું બંધારણ એક પેચીદો કોયડો છે. પ્રોટીન આપણા શરીરના બિલ્ડીંગ બ્લોક્સ છે. આ પ્રોટિન્સના માંડ બસ્સો બંધારણ વૈજ્ઞાનિકો જાતે તારવી શકેલા. અઈં નો ઉપયોગ કરીને આજે લગભગ દસેક લાખ પ્રોટીન બંધારણ હાથવગા છે જેનો ઉપયોગ રોગોનો નાશ કરવાથી લઈને કચરાનો નિકાલ કરવા સુધી થઇ શકે છે. આ અઈં થી માણસે મેળવેલી સહુથી મોટી સિદ્ધિ ગણવામાં આવે છે. પરંતુ દરેક ટેક્નોલોજીનું એકાદ ઉધાર પાસું પણ હોય છે. અઈં બાબતે અનેક નિષ્ણાતો અનેક પ્રશ્ર્ન ખડા કરી રહ્યા છે, અને અમુક તો આ ટેકનોલોજીને પરમાણુ બોમ્બ કરતા પણ ઘાતક ગણાવે છે. જે પોષતું તે મારતું તે દિસે ક્રમ કુદરતી એવું કવિ કલાપી કહી ગયા છે તે કદાચ આ ટેકનોલોજી માટે સાચું સાબિત થાય એવી પણ વકી છે. જેમ સાજા સોજા સારા બાળકને ગાળો બોલતા કે હિંસા આચરતા પાડોશમાં ઉછેરવામાં આવે તો તે પણ
સોજ્જાપણું છોડીને મવાલીપણું આચરે એમ AIને પણ ખરાબ, બોદો કે ગેરમાર્ગે દોરતો ડેટા આપવામાં આવે (એટલે કે અયોગ્ય ટ્રેનીંગ આપવામાં આવે) તો તે પણ નહિ કરવાનું કરી શકે છે. અલાદીનનો જીન તો કહાયાગરો હતો, અઈં નો જીન એટલો કહયાગરો નથી.. પણ જીન બોટલની બહાર છે. જોઈએ કેટલા સમય સુધી આ જીન આપણને “ક્યા હુકમ હૈ મેરે આકા” એવું કહેતો રહે છે. આ જીન આપણને બોટલમાં પૂરીને પોતે માલિક બની જાય એવો અઘરો છે એટલે સંભાળવા જેવું તો ખરું..