આરોપી વિદેશથી હાઈબ્રિડ ગાંજાનો જથ્થો મંગાવતો : મોરબીની 2 મહિલા સહિત 3 સામે ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
અમદાવાદ શહેર જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક વટવા પોલીસ સ્ટેશનના પીઆઈ પી.બી.ઝાલા, ડી સ્ટાફના પીએસઆઇ એ .બી. ગંધા તથા સ્ટાફના હે.કો. યુવરાજસિંહ, પો.કો. ગૌરાંગભાઈ, જયરાજભાઈ, રાજદીપસિંહ, રવિભાઈ, એઝાઝ ખાન, આશિષભાઈ, હરિશ્ચંદ્રસિંહ, અશ્વિનભાઇ, સહિતની પોલીસ ટીમ દ્વારા અમદાવાદ શહેરમાં વાહન ચેકીંગ દરમિયાન સરદાર પટેલ રિંગ રોડ પાસેથી, રોપડા ચેક પોષ્ટ ખાતેથી શંકાસ્પદ ઈસમ નીકળતા, શંકાસ્પદ જણાતા, વટવા પોલીસ દ્વારા તેને રોકી, તપાસ કરતા તેની પાસેથી અંદાજીત 12 કિલો જેટલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો.
મળતી વિગતો મુજબ અમદાવાદમાં વટવા પોલીસે બાતમીના આધારે હાઈબ્રિડ ગાંજાનો મોટો જથ્થો ઝડપ્યો છે. વટવા પોલીસે મોરબીના યોગેશ રતિલાલ દસાડિયા જાતે પટેલ (ઉવ. 30 રહે. નિત્યાનંદ પાર્ક, પંચાસર રોડ, મોરબી જી. મોરબી મૂળ રહે. જૂના સાદુળકા તા.જી. મોરબી), નિધિ અને સાયલી નામની મહિલાઓ સામે ગાંજાની હેરાફેરી મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે રૂપિયા 3.60 કરોડની કિંમતનો 12 કિલો હાઈબ્રિડ ગાંજો જપ્ત કર્યો હતો.
અગાઉ અમદાવાદ શહેરમાંથી હાઈબ્રિડ ગાંજાના જથ્થો ઝડપાયો છે. પોલીસે ગાંજાના જથ્થા સાથે એક સપ્લાયરની ધરપકડ કરી છે. આ પહેલા સાણંદ નજીક ઉલારિયા ચોકડી પાસેથી બે દિવસ પહેલા મોડી રાત્રે ડ્રગ્સની ડિલિવરી કરવા નીકળેલા શખ્સ પાસેથી 10.05 ગ્રામ હાઈબ્રિડ ગાંજો અને 27.45 ગ્રામ ચરસનો જથ્થો કબજે
કર્યો હતો.
- Advertisement -
અમદાવાદ રૂરલ પોલીસે ઉજાલા ચોકડી પાસેતી 375 ગ્રામ હાઈબ્રિડ ગાંજા સાથે નબીરાને ઝડપી પાડ્યો હતો. આરોપી અર્ચિત અગ્રવાલ ફોરેનથી હાઈબ્રિડ ગાંજાનો જથ્થો મંગાવતો હતો અને પેડલરો રાખી ગાંજો વેચતો હતો. એટલું જ નહીં ગાંજાનું સેવન કરતી પ્રતિક્રિયા આપતો બ્લોગ લખી યુવાધનને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતો હતો.