ખાસ-ખબર સંવાદદાતા
આજના સમયમાં હવે આપનો દેશ રમત-ગમતના ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં હવે ભારતીયો વિવિધ રમતોમાં અલગ-અલગ મેડલ મેળવી રહ્યા છે. ઓલમ્પિકમાં પણ હવે ભારતીય ખિલાડીઓ સારો દેખાવ કરી રહ્યા છે. ત્યારે વધુ એક ભારતીય ખિલાડીએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે.
અમદાવાદનાં રહેવાસી હર્ષ પંડ્યાએ થાઈલેન્ડના બેંગકોકમાં યોજાયેલી ૠઅખખઅ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2023માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. ૠઅખખઅ એ મિક્સ્ડ માર્શલ આર્ટ્સની રમત માટે વિશ્વ સંચાલિત સંસ્થા છે અને પાંચ ખંડોમાં રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત ફેડરેશનો સાથે બિન-લાભકારી રમત ફેડરેશન છે. હર્ષે સબમિશન દ્વારા પ્રી ક્વાર્ટર્સમાં ફ્રાંસના બ્રુકલિન લાફ્યુએન્ટેને હરાવ્યા અને સ્પેનના ગોન્ઝાલો ઇઝક્વીર્ડો મોન્ટેલેગ્રે સામે સર્વસંમત નિર્ણયથી જીત મેળવી. હર્ષે સેમિફાઇનલમાં મજબૂત શરૂઆત કરી હતી, પરંતુ કમનસીબે સબમિશન દ્વારા ગોલ્ડ મેડલ વિજેતા કઝાક યેરનાઝ મુસાબેક સામે હારી ગયા હતા. હર્ષ પંડ્યા મૂળ આમદવાદનો રહેવાસી છે અને મુંબઈમાં તે ટીમ રિલેંટલેસ સાથે મિક્સ્ડ માર્શલ આર્ટ્સ માટે ટ્રેનીંગ મેળવી રહ્યા છે. તેમણે બેંગકોકમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 56.7 ઊંૠ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.