2036 ઓલમ્પિકની યજમાની માટે ગુજરાત તૈયાર
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.15
2036 ઓલમ્પિકની યજમાની માટે ભારત તૈયાર છે. ત્યારે અમદાવાદ સ્પોર્ટ્સ માટે આવનારા દિવસોમાં કેન્દ્ર બનશે, કારણ કે નારણપુરા ખાતે બની રહેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની 80% કામગીરી પૂર્ણ થઇ ચુકી છે જેનું આગામી દિવસોમાં લોકાર્પણ કરવામાં આવશે. અમદાવાદ 2036ની ઓલમ્પિકની યજમાની કરે તે માટે પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે. નારણપુરા ખાતે બની રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષા ના સ્પોર્ટ્સ સંકુલની કામગીરી 80% પૂર્ણ થઈ ગઈ છે. 20 એકર જમીનમાં બની રહેલા સ્પોર્ટ્સ સંકુલનું કામ બે મહિનામાં પૂર્ણ થઇ જનાર છે. ત્યારે રૂપિયા 631 કરોડના આ પ્રોજેક્ટને 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના કુલ 7 એન્ટ્રી ગેટ બનાવમાં આવ્યા છે. કોમન પબ્લિક માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. તથા 300 ખેલાડી રહી શકે તેવી વ્યવસ્થા અહીં ઊભી કરવામાં આવી છે.
- Advertisement -
આ ઉપરાંત સંકુલમાં ઓલમ્પિક કક્ષાના કુલ 4 બિલ્ડિંગ ઉભા કરવામાં આવ્યા છે. આ સિવાય ક્લબ ક્લાસ, ઇંડો સ્પોર્ટ્સ એરેના અને એવકટીક બિલ્ડિંગ પણ બનાવમાં આવ્યા છે. સંકુલમાં બહારના ભાગોમાં ખેલો ઇન્ડિયા ગેમ્સ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ઓપન ટેનિસ કોર્ટ, વોલીબોલ, સ્વિમિંગ જેવી રમત માટે અહી રમતવીરો ભાગ લઈ શકશે. એક્વાટિક કોમ્પ્લેક્સમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો ડાઈવિંગ પૂલ બનશે. બ્લોકની ગેલેરીમાં 1500 પ્રેક્ષક બેસી શકશે. આ ઉપરાંત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 2 બાસ્કેટબોલ, 2 વોલીબોલ કોર્ટ કે 8 બેડમેન્ટિન કોર્ટની ડિઝાઈન એવી હશે કે એક જ સમયે તેનો વપરાશ કરી શકાશે. માર્થા પૂલ સિસ્ટમથી સ્વિમિંગ પૂલ તૈયાર કરાઈ રહ્યો છે. ઈટાલીની કંપની આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્વિમિંગ પૂલ તૈયાર કરવા આ સિસ્ટમનો ઉપયોગ કરે છે. માત્ર બેંગ્લુરુમાં આવો પૂલ છે. તૈયાર કરવામાં આવેલી ડિઝાઈન મુજબ ખેલાડીઓ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાંથી જ સીધા સ્પોર્ટ્સ એરિના સુધી અવરજવર કરી શકશે. આ માટે કોમ્પ્લેક્સ કે એરિનાની બહાર આવવાની જરૂર નથી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના મુખ્ય ચાર બિલ્ડીંગ્સમાં વિવિધ પ્રકારના સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એ બ્લોકમાં સ્વિમિંગ, ડાઇવિંગ,વોટર પૂલ, જીમ ચેન્જ રૂમ, કોમ્પિટિશન પૂલ. બી બ્લોકમાં મલ્ટિ સ્પોર્ટસ હોલ, કબડ્ડી, રેસ્ટલિંગ, ટેબલ ટેનિસ, બાસ્કેટબોલ, વોલીબોલ, બેડમિન્ટન કોર્ટ, ઉપરાંત 300 ખેલાડી રહી શકે તેવી સગવડતા. સી બ્લોકમાં ઇન્ડોર મલ્ટિ સ્પોર્ટસ હોલ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, વોલીબોલ કોર્ટ, જિમ્નેસ્ટિકના 4 મેટ, કબડ્ડી, રેસલિંગ, ટેબલ ટેનિસ કોર્ટ પણ ઉપલબ્ધ હશે. તથા ડી બ્લોકમાં મલ્ટી પર્પઝ હોલ, બેડમિન્ટન, ટેબલ ટેનિસકોર્ટ, ઇન્ડોર ગેમ કેરમ, ચેસ, સ્નૂકર, બિલયર્ડ, કાર્ડરૂમ, ઇન્ડોર શુટિંગ રેન્જ, જીમ્નેશિયમ, એરોબિક અને વેલનેસ સેન્ટર હશે.