જૂનાગઢ જિલ્લા સમસ્ત કોળી સમાજે ઋષિભારતીના ન્યાય માટે આવેદન આપ્યું
હરિરાનંદબાપુ અને ઋષીભારતીબાપુ વચ્ચે આશ્રમ મુદ્દે લડાઈ વધી
આશ્રમ કબ્જે કરવા જ્ઞાતિ – જાતિના રાજકારણના આક્ષેપો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
ગુજરાત ભારતી આશ્રમના મહંત મહામંડલેશ્વર ભારતીબાપુ બ્રહ્મલીન થયા બાદ તેના શિષ્ય મહામંડલેશ્વર હરિહરાનંદબાપુ અને તેના શિષ્ય ઋષીભારતી બાપુ આમ ગુરુ ચેલા વચ્ચે અમદવાદ સરખેજ આશ્રમ કબ્જે કરવા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.અને સમગ્ર મામલો કોર્ટ સુધી પોહચી ગયો છે ત્યારે હવે સરખેજ આશ્રમ મામલે જ્ઞાતિ – જાતિનું રાજકારણ જોવા મળી રહ્યું છે.આજરોજ સરખેજ આશ્રમ મામલે જૂનાગઢ જિલ્લા સમસ્ત સમાજ દ્વારા ઋષીભારતી બાપુના સમર્થનમાં કલેકટર કચેરી ખાતે એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે.જેમાં ઋષીભારતીને ન્યાય મળે તેવી સમસ્ત કોળી સમાજના આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. જૂનાગઢ ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ બાપુના શિષ્ય ઋષીભારતી બાપુ વચ્ચે હવે સરખેજ આશ્રમની લડાઈ ચરમસીમા પર પોહચી છે.અને હવે જ્ઞાતિ – જાતિનું રાજકારણ હોવાના આક્ષેપ સાથે સમસ્ત કોળી સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે.અને ઋષીભારતી બાપુના સમર્થનમાં કલેકટરને આવેદન પત્ર આપીને એવી માંગ કરવામાં આવી છે કે, અમારા સમાજ (કોળી સમાજ) ઋષિ ભારતીબાપુ કે, સરખેજમાં આવેલા આશ્રમ સંભાળી રહ્યા હતા અને ગરીબ પરિવારના બાળકોને ભણતર માટે રૂમ પણ આપી રહ્યા હતા હાલ પૂજાના બહાને અમુક લોકો 100 બાઉન્સર સાથે આશ્રમમાં ઘુસીને ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને ભગાડી અને ત્યાં રહેલા સ્વયંમ સેવકોને પણ કાઢી મુકયા અને આશ્રમ પર કબ્જો જમાવ્યો છે
- Advertisement -
આશ્રમના તાળા તોડી ખોટા વિડિયો બનાવી બાપુને બદનામ કરવામાં આવી રહ્યા છે તો સકારશ્રીને વિનંતી છે કે, કોળી સમાજના આ મહંત હોવાથી ભેદભાવ રાખી અમુક મહંતો કે જેમને કબ્જો લીધેલ છે એવા કાર્યના થઇ તેના માટે તથ્ય તપાસ થાય અને તેમના પર કાયદેસરની કાર્યવાહી થાય અને કીર્તિ પટેલ કે જેમને કોઇ પુરાવા વગર ઋષિ ભારતીબાપુને સમાજમાં બદનામ કરવા જે કોઇ પણ પુરાવા વગર વિડિયો બનાવી તેમની સોશિયલ મિડિયામાં વાયરલ કરેલ છે તે રીમુવ કરવામાં આવે અને તેમના પર કાયદેરસ કાર્યવાહી કરવામાં આવે જે લોકોએ આશ્રમનો કબ્જો લીધો એ સમયના સીસીટીવી કેમેરા ચેક કરી તેમની પાસેથી પુરાવા મેળવી તટસ્થ તપાસ કરી ફરિયાદ દાખલ કરવામાં આવે. હાલ આ આશ્રમને લઇ કોર્ટમાં કેસ ચાલી રહેલ છે તો તેમની સ્થિતિને ઘ્યાનમાં લઇ કોઇ બિનઅધિકૃત વ્યક્તિ પ્રવેશ ન કરે અને જેમની પાસે કબ્જો હતો તેમની પાસે જ કબ્જો રહે, કોર્ટનો જે પણ આદેશ હશે તેમાં સમાજ કોર્ટનો હુકમ સરોમાન્ય રહશે. અમારી માંગો તમારા સમકક્ષ રાખી આશા છે કે અમને ન્યાય મળશે. તેવી સમસ્ત કોળી સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે. ત્યારે હવે સરખેજ ભારતી આશ્રમની લડાઇ ચરમ સીમાએ પહોંચી છે અને જ્ઞાતિ-જાતીનું રાજકારણ શરૂ થયુ છે. હવે આગામી દિવસોમાં સરખેજ ભારતી આશ્રમ વિવાદમાં અખાડા પરિષદના વરિષ્ઠ સંતો શું ભૂમિકા ભજવે છે તે દિશામાં લોકોની મીટ મંડાઇ છે. હાલ તો ગુરૂ અને શિષ્ય વચ્ચે આશ્રમની ગાદી માટે લડાઇ ચરમ સીમાએ પહોંચી છે. ત્યારે હવે આ સંતોની લડાઇ કયાં સુધી ચાલશે તે જોવાનું રહ્યું.