લોનના હપ્તા ચાલુ હોવા છતાં બોગસ NOC બનાવી, કાર અન્યના નામે ટ્રાન્સફર કરી નાખી
ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
અમદાવાદના નવા નરોડા ફોચ્ર્યુન રિધમ ખાતે રહેતા અને ટાટા કેપીટલ લીમીટેડ જે અગાઉ ટાટા કેપીટલ ફાઈનાન્સીયલ સર્વીસીસ લી. ના નામથી જાણીતી હતી અને સદરહુ કંપનીમાં લીગલ મેનેજર તરીકે નોકરી કરતાં ચીરાગકુમાર અશ્વિનભાઈ બારોટ ઉ.39એ રાજકોટના ચેતન કનકભાઈ પરમાર સામે છેતરપિંડી અંગે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
- Advertisement -
ફરિયાદમાં જણાવ્યું હતું કે અમારી કંપની લોન આપવાનુ કામ કરતી હોય અને આ કામે ચેતનભાઈ કનકભાઈ પરમાર કે જેઓ અમારી કંપની પાસેથી કીયા મોટર્સ કંપનીની સોનેટ ગાડી જેનો આર.ટી.ઓ. રજી. નં. GJ-03-ME-9490 જેના એન્જીન નં.D4FAMM 399185, ચેસીસ નં. MZBFF813LNN161103ના છે તેના ઉપર કુલ રૂપીયા – 13,45,035/- (અંકે રૂપિયા તેર લાખ પિસ્તાલીસ હજાર પાંત્રીસ પુરા) નું ધિરાણ તારીખ 20/12/2022 ના રોજ આપેલ હતુ અને જે લોન આ ચે તનભાઈ પરમાર એ અમારી કંપનીને માસિક રૂ. 32,716/- (અંકે રૂપિયા બત્રીસ હજાર સાતસો સોળ પુરા) ના એક એ વા કુલ 60 હપ્તામાં રેગ્યુલર ભરપાઈ કરવાની પાકી ખાત્રી, બાંહેધરી તેમજ ભરોસો આપેલો અને ચેતનભાઇ પરમાર એ સદરહુ કાર નં. GJ-03-ME-9490 ઉપર ધિરાણ થી મેળવેલ તેના માટે અમારી કંપની સાથે તેઓને ધોરણસરનો એ ગ્રીમેન્ટ પણ કરેલ જેનો લોન એગ્રીમેન્ટ નં. TCFUC02590000 11805511ના છે. અને સદરહુ લોન એગ્રીમેન્ટ ની શરતોનુ પાલન કરવા સારૂ આ ચેતનભાઈ પરમાર કાયદેસર રીતે બંધાયેલા અને આ ચેતનભાઇ પરમાર નાએ સદરહુ કાર ઉપર અમારી કંપનીમાંથી ધિરાણ મેળવેલ હતુ તે અંગે સદરહુ વ્હીકલ ઉપર અમારી ફરીયાદીની કંપનીનું હાઈપોથીકેશ ન કાયદેસર રીતે RTO માં 22જીસ્ટર્ડ કરવામાં આવેલ હતુ. અને ચેતનભાઈ પરમાર નાએ ઉપરોકત વ્હીકલ નં. GJ-0 3-ME-9490 અમારી કંપનીમાંથી ધિરાણ મેળવેલું અને તે ધિરાણ ચેતનભાઈ પરમાર નાઓએ અમારી ફરીયાદીની કંપ ની સાથે કરેલ લોન એગ્રીમેન્ટ મુજબ નિયમીત હપ્તામાં લોનની રકમ ભરપાઈ કરવાની રહેલ હતી.
પરંતુ આ ચેતનભાઈ પરમાર નાઓ દ્વારા સદરહુ કાર ઉપર અમારી કંપનીમાંથી લોન લીધેલ હતી તે પૈકીના તેઓએ કુલ- 60 હપ્તા ભરવા ના હતા તે પૈકીના ચેતનભાઈ એ કુલ – 16 હપ્તા ભરપાઈ કરેલ બાદમાં તા 03/04/2024 સુધી હપ્તા ભરેલ અને ત્યારબાદ બીજા હપ્તા નિયમીત રીતે ચુકવેલ નહીં બાદમા લોન રીકોલ નોટીસ આ ચેતનભાઇ પરમાર નાઓ ને મોકલવામા આવેલ તેમ છતા તેમના તરફથી કોઇ જવાબ મ ળેલ નહી બાદ અમારી કંપનીને આ ચેતનભાઈ પરમાર પાસે તા. 04/09/2024 સુધી કુલ રૂ. 11,57, 240/- (અંકે રૂ પિયા અગીયાર લાખ સત્તાવન હજાર બસો ચાલીસ પુરા) કાયદેસરની લેવાની બાકી નીકળે છે અને તે રકમ આ ચેતનભાઇ પરમાર નાએ અમારી કંપનીને ચુકવી આપેલ નથી તેવું ચેતનભાઈ પરમાર નાઓ સારી રીતે જાણતાં હોવા છતાં તેઓએ ખોટી અને ગેરકાયદેસર રીતે આર્થિક લાભો મેળવવાના ભદઆશય અને બદ ઈરાદાપૂર્વક અમો ફરીયાદીની કંપનીની કાર નં . ૠઉં-03-ખઊ-9490 ઉપર હાઈપોથીકેશન ચાલુ છે અને અમારી કંપની દ્વારા આ ચેતનભાઈ કનકભાઈ પરમારએ કોઈપણ પ્રકારની એન.ઓ.સી. આપેલ નથી તેવું સારી રીતે જાણતાં હોવા છતાં અને આ ચેતનભાઈ કનકભાઈ પર માર નાઓએ અમારી કંપની પાસેથી કાર ઉપર જે લોન મેળવેલ છે તે લોનની પુરેપુરી રકમ ભરપાઈ કરેલ નથી અને જ્યાં સુધી તેવી લોનની પુરેપુરી ભરપાઈ ના કરે ત્યાં સુધી લોન ટ્રાન્સફર કે એસાઈન કે તબદીલ રકરવા કોઈ કાયદેસર રીતે હક્કદાર ન હોવા છતાં બારોબાર છગનભાઈ નાથુભાઈ મુંધવા નાઓને ગેરકાયદેસરના આર્થિક લાભ મેળવવાના બદઆ શય અને બદઈરાદાપૂર્વક અમારી ફરીયાદીની કંપનીની કોઈપણ પ્રરકારની સંમતિ મેળવ્યા સિવાય બારોબાર કીયા સોનેટ કાર નં. GJ-03-ME-9490 વાળી વેચાણ ટ્રાન્સફર કરી દીધેલ છે અને આ ચેતનભાઈ પરમાર નાઓએ ગઇ તા.25/0 4/2024 ના રોજ અમારી કંપનીનુ બોગસ ગઘઈ તેમજ ફોર્મ નં. 35 ખોટુ બનાવી તે બન્ને RTO માં રજુ કરી ખરા તરીકે ઉપયોગ કરી છઝઘ માં કાર ઉપરનુ અમારી કંપનીનુ હાઇપોથીકેશન કઢાવી થર્ડ પાર્ટી છગનભાઈ નાથાભાઈ મુંઘવા ને કાર અમારી કંપનીની જાણ બહાર વેચી નાખી અને ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરાવી દઈ આ ચેતનભાઈ કનકભાઈ 5 રમાર નાઓએ અમારી ફરીયાદીની કંપની સાથે છેતરપીંડી કરેલ હોય તો આ ચેતનભાઈ કનકભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવતા પીઆઇ સરવૈયા સહિતે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.