રાજકોટ દ્વારા તાજેતર માં GPSC દ્વારા પસંદ કરવામાં આવેલ આહીર સમાજ ના કલાસ-1 તથા કલાસ-2 ના અધિકારીઓનો સન્માન સમારોહ તા. ૧૨ સપ્ટેમ્બર ના રોજ પી.ડી.માલવીયા કોલેજ, રાજકોટ ખાતે યોજવામાં આવ્યો. તે દિવસે સવાર થી રાજકોટ અને આજુબાજુ ના વિસ્તારો માં સારો એવો વરસાદ હોવા છતાં બહોળી સંખ્યામાં મહેમાનોની સમયસર ઉપસ્થિતિ સાથે કાર્યક્રમ નિયત કરેલ સમય બરોબર ૪ વાગ્યે ચાલુ થઈ ગયેલ. કાર્યક્રમ ના પ્રારંભે દીપ-પ્રાગટય ની ક્ષણો માં ઉપસ્થિત મહાનુભવો રાજકોટ ના મેયર ડો. પ્રદીપભાઈ ડવ, લાભુભાઈ ખીમાણિયા, ભાનુભાઈ મહેતા, જશુભાઈ રાઠોડ સાથે સંસ્થાના સ્થાપક પી.આઈ. રામ સાહેબ, સંસ્થાના ગુજરાત ના માર્ગદર્શક ઘનશ્યામભાઈ હેરભા, રાજકોટ શહેરના કન્વીનર વિરાભાઈ હૂંબલ જોડાયા હતા. કાર્યક્રમ ના સંચાલન ની કમાન ખૂબ જ સરસ રીતે સંસ્થાના રાજકોટ શહેર ના માર્ગદર્શક પરિમલ ભાઈ પરડવા એ સંભાળી હતી. ત્યારબાદ સંસ્થા વતી સ્વાગત પ્રવચન મહેશભાઈ કારેથા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આહીર સમાજ ના વિવિધ ક્ષેત્રોના મહાનુભવો ઘનશ્યામભાઈ ખાટરિયા , અજિતભાઈ લોખીલ, વી.જે.બોરીચા સાહેબ, પી.આઈ હડિયા સાહેબ, પી.આઈ. જિલડીયા સાહેબ, સંજયભાઈ છૈયા (સંસ્થા ના સહ-એડમીન), ગીરીશભાઈ ગોરીયા, હિરેનભાઈ ખીમાણિયા, ઘનશ્યામભાઈ કુગસિયા, મેરામણભાઈ ગંભીર, રાજેશભાઇ ચાવડા, પ્રવિણભાઈ ભેડા, પી.એસ.આઈ. હેરભા સાહેબ , બરબસિયા સાહેબ, ભાટુ સાહેબ, વરુ સાહેબ , એભલભાઈ કુહાડીયા, વનરાજભાઈ ગરૈયા, ગૌતમભાઈ કાનગડ, મયુરભાઈ ખીમાણિયા, રતીભાઈ બોરીચા, દેવદાનભાઈ જારીયા અવધેશભાઈ કાનગડ, જયદીપભાઈ જળુ, દીપકભાઈ ડાંગર, અંકિતાબેન ચેતરિયા, મતી રમાબેન હેરભા ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
મહાનુભવોના પ્રસંગને અનુરૂપ ઉદબોધનો અને સાથે સાથે પુષ્પગુચ્છ, શાલ અને મોમેન્ટો થી ઉપસ્થિત ચારેય સન્માનીય નવયુવાન અધિકારી ઓ વિવેકકુમાર પ્રવિણભાઇ ભેડા ( કલાસ -1 ડી.વાય.એસ.પી.), ધવલકુમાર પરબતભાઈ કારેથા ( કલાસ-1 ડેપ્યુટી ડાયરેકટર) , ડો. ક્રિષ્નાબેન દેવશીભાઈ નકુમ (કલાસ -2 આદિજાતિ વિકાસ અધિકારી) તથા પાર્થકુમાર રાજાભાઈ મારૂ (કલાસ-2 તાલુકા વિકાસ અધિકારી) ને સન્માનવામાં આવ્યા. આ સમગ્ર કાર્યક્રમ ને ખૂબ જ ટૂંકા સમય ગાળા માં સફળ બનાવવા સંસ્થા ની પુરી ટિમ પી.આઈ.રામ સાહેબ, ઘનશ્યામભાઈ હેરભા, પરીમલભાઈ પરડવા, વિરાભાઈ હૂંબલ, શૈલેષભાઇ ખાંભરા, કિરીટભાઈ મૈયડ, શૈલેષભાઇ ડાંગર, અજયભાઈ લોખીલ, વિપુલભાઈ ડવ, દિલીપભાઈ બોરીચા, મહેશભાઈ કારેથા, ભાનુભાઈ મિયાત્રા, ચૈતન્યભાઈ સિંહાર, ધવલભાઈ મેતા , પ્રણવભાઈ પંચોલી, પ્રવીણભાઈ સેગલીયા, કરશનભાઇ મેતા, સુભાષભાઈ ડાંગર, હીરાભાઈ ડાંગર , કરશનભાઇ નંદાણીયા, વિમલભાઈ ડાંગર, લાલભાઈ હૂંબલ, ડો.જીતેન્દ્રભાઈ ગાધે , ડો. વિરલભાઈ બલદાણીયા, હરેશભાઇ વિરડા, જનકભાઈ ડાંગર, પ્રભાતભાઈ જળુ, મહેશભાઈ મેતા એ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે આભારવિધિ વિરાભાઈ હૂંબલ દ્વારા કરવામા આવી હતી. કાર્યક્રમ નું સમાપન રાષ્ટ્રગીત સાથે નિર્ધારિત સમયે ૬ વાગ્યે કરવામાં આવેલ.