-ફ્રાન્સની બે દિવસની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈ પહોંચ્યા
ભારતના આત્મનિર્ભર કાર્યક્રમમાં ફ્રાન્સના ઉદ્યોગપતિઓને સહયોગ કરવા મોદીનું આમંત્રણ: ધ બોર્ડ ઓફ બીઝનેસના ફ્રાન્સના ટોચના ઉદ્યોગપતિઓ-વેપારીઓ સાથે મોદીની ચર્ચા
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સની બે દિવસની મુલાકાત પુરી કરીને આજે અબુધાબી પહોંચી ગયા છે અને મોદીએ તેમના ફ્રાન્સથી રવાના થતા પુર્વે ટવીટ કરીને લખ્યું કે ફ્રાન્સીસી રાષ્ટ્રપતિ મેક્રોની સાથેના સંબંધોની શ્રેણીબદ્ધ સમીક્ષા કર્યા બાદ ગ્રીન હાઈડ્રોજન, નવીનીકરણ ઉર્જા, આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ અને સેમીકન્ડકટર સહિતના વિવિધ ક્ષેત્રમાં બંને દેશો સહયોગ કરશે. મોદીની બે દિવસની મુલાકાત દરમ્યાન ભારતીય નૌકાદળ માટે રાફેલ-ચી સહિતના સંરક્ષણ સોદા પણ કર્યા હતા.
India-France CEO Forum: PM Modi underscores roles of business leaders in deepening ties
Read @ANI Story | https://t.co/wFuxQgvT7V#PMModiFranceVisit #PMModi #France #business pic.twitter.com/5a6CE9vbgz
- Advertisement -
— ANI Digital (@ani_digital) July 15, 2023
મોદીએ પાસ્કલ કેમ્નિમાં ભારત અને ફ્રાન્સના સીઈઓ ફોરમમાં પણ ભાગ લીધો હતો અને બંને દેશો વચ્ચે સંરક્ષણ કરારોમાં રાફેલ ઉપરાંત ભારતીય નૌકાદળ માટે અતિ આધુનિક સબમરીનો અને અન્ય સંરક્ષણ સોદા થયા હતા તો આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સમાં ભારત અને ફ્રાન્સ સાથે પહોંચશે તેવો સંકેત આપ્યો હતો. મોદીએ ભારત અને ફ્રાન્સ વચ્ચેની ભાગીદારી મજબૂત કરવા માટે ફ્રાન્સના ઉદ્યોગપતિઓને ભારતમાં રોકાણ માટે આમંત્રીત કર્યા હતા.
"India & France | Charting the future of Strategic Partnership. PM Narendra Modi and President Emmanuel Macron held tête-à-tête and delegation-level talks in the Élysée Palace. Agenda covered a wide range of areas of bilateral cooperation including defence, space, civil nuclear,… pic.twitter.com/WUQdDmUfWs
— ANI (@ANI) July 14, 2023
ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથેની લાંબી શિખર મંત્રણામાં બંને રાષ્ટ્રવડાઓ વચ્ચે યુક્રેન યુદ્ધ સંબંધીત પણ ચર્ચા થઈ હતી અને તેમાં મોદીએ સ્પષ્ટ કહ્યું હતું કે શાંતિની સ્થાપના માટે ભારત તેનો સહયોગ આપવા માટે તૈયાર છે અને જે કાંઈ દ્વીપક્ષી પ્રશ્ર્નો હોય તે સાથે બેસીને ઉકેલવા જોઈએ. ભારત-અમેરિકા સહિતના દેશોના કવાડ સહયોગમાં ફ્રાન્સ સામેલ નહી હોવા છતાં પણ બંને દેશો વચ્ચેના સંબંધોમાં દક્ષિણ ચીન સાગરમાં ફ્રાન્સ અને ભારત સંયુક્ત રીતે સહયોગ કરશે તે સંકેત અપાયો હતો.