ક્ષ દીકરાના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપતી વેળાએ પિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અગ્નિ વીરની ટ્રેનિંગ દરમિયાન અચાનક બ્લાસ્ટ થતાં વિશ્વરાજ સિંહ શહીદ થયા હતા. દુ:ખદ સમાચાર મળતા નાના એવા આચવડ ગામમાં શોકનો માહોલ છવાયો હતો. તેમનો પાર્થિવ દેહને નાસિકથી જામકંડોરણા એમ્બ્યુલન્સ દ્વારા લાવવામાં આવ્યો હતો. અંતિમ દર્શન માટે જામકંડોરણા રજપૂત સમાજ ખાતે પાર્થિવ દેહને રાખવામાં આવ્યો હતો. જવાનો દ્વારા સલામી આપી શ્રદ્ધાંજલિ અપવામાં આવી હતી. દીકરાના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપતી વેળાએ પિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. સૌ કોઈની આંખોમાં આંસુ સમાતા નહોતા. શ્રદ્ધાંજલિ આપતા મંત્રી ભાનુબેન બાબરીયા, પોરબંદર સાંસદ સભ્ય મનસુખભાઈ માંડવીયા, ધારાસભ્ય જયેશ રાદડિયા તેમજ અનેક સામાજિક અને રાજકીય આગેવાનોએ શ્રદ્ધાંજલિ આપી હતી. જામકંડોરણા રજપૂત સમાજ ખાતેથી અંતિમ યાત્રા જામકંડોરણા તાલુકાના એમના ગામ આચવડખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અગ્નિ વીર ટ્રેનિંગમાં શહીદ થનાર જામકંડોરણા તાલુકાનો પ્રથમ વીર જવાન શહીદ થયા છે.
આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના આંચવડ ગામના અગ્નિવીર સૈનિક વિશ્વરાજસિંહ ગોહિલ દેવલાલી(નાસિક) ખાતે શહીદ થયા છે. દેશસેવામાં જીવન સમર્પિત કરનાર વીર શહીદને શ્રદ્ધાંજલિ પાઠવું છું.
- Advertisement -
પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે, અને સ્વજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.