જૂનાગઢના ફિરોઝ પાસેથી લાવ્યાની કબૂલાત : ભક્તિનગર પોલીસની કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં માદક પદાર્થોનું વેચાણ કરતા શખ્સો ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે ભક્તિનગર પોલીસે હુડકો ચોકડી પાસેના ક્વાર્ટરમાંથી ગાંજાના જથ્થા સાથે ધોરાજીના શખ્સને ઝડપી લઇ પૂછતાછ કરતા પટોએ જૂનાગઢના શખ્સ પાસેથી પહેલી જ વખત લાવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આજી ડેમ પોલીસને સોંપી છે.
- Advertisement -
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગરીયા, ડીસીપી હેતલ પટેલ દ્વારા માદક પદાર્થ વેંચતા પેડલરો ઉપર વોચ રાખી આ બદી નેસ્ત નાબુદ કરવા ખાસ ઝુંબેશ ચલાવવાની આપેલ સૂચનાથી જઅઢ ગઘ ઝઘ ઉછઞૠજ અંતર્ગત ભકિતનગર પોલીસ મથકના પીઆઇ એમ.એમ.સરવૈયાની રાહબરીમાં પીએસઆઈ જે.જે.ગોહિલ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં દરમિયાન એએસઆઇ હર્ષભાઇ માવદીયાને બાતમી મળી હતી કે હુડકો અરવિંદભાઇ મણીયાર સી-કવાર્ટરમાં જયશ્રીબેન વડગામાના મકાનમાં ભાડેથી રહેતો શખ્સ ગાંજાનો જથ્થો વેંચવાની ફિરાકમાં છે આ બાતમી આધારે ટીમે દરોડો પાડી ધોરાજીના અફઝલ રજાકમીયા સૈયદ ઉ.37ને પકડી લઇ 999.600 ગ્રામ ગાંજાનો જથ્થો જેની કિમ્મત 9,960 અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો રાઇટર નિલેશભાઈ મકવાણા સહિતના સ્ટાફની પ્રાથમિક પૂછતાછમાં મૂળ ધોરાજીનો વતની અફઝલ જૂનાગઢના ફિરો નામના શખ્સ પાસેથી ગાંજો લાવો છૂટક વેંચાણ કરવાનો હોવાની અને પહેલી જ વખત ખેપ મારી હોવાની કબૂલાત આપી હતી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ આજીડેમ પોલીસને સોંપતા પીઆઇ એ.બી.જાડેજાએ વધુ હાથ ધરી છે.