દેહાંત દંડની સજા ખતમ કરવા માટે સંસદમાં મતદાન થયું
ખાસ-ખબર સંવાદદાતા
આફ્રિકન દેશ ઘાનામાં દેહાત દંડની સજા ખતમ કરવા માટે સંસદમાં મતદાન થયુ છે. હવે ઘાનામાં રાજદ્રોહના ગુનાને બાદ કરતા અન્ય તમામ અપરાધો માટે મોતની સજા આપવાની જોગવાઈને ખતમ કરવામાં આવી છે.
- Advertisement -
આ મતદાનના કારણે છેલ્લા ત્રણ દાયકાથી ઘાનામાં અમલમાં આવેલી ફાંસી આપવાની સજા પર આપોઆપ રોક લાગી ગઈ છે. ઘાનામાં છેલ્લે 1993માં ફાંસી આપવામાં આવી હતી.
મંગળવારે દેશની સંસદમાં કાયદાની જોગવાઈમાં ફેરફાર માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેને સંસદે મંજૂરી આપ્યા બાદ રાષ્ટ્રપતિ તેના પર સહી કરશે અને એ પછી સત્તાવાર રીતે ફાંસીની સજા ખતમ થઈ જશે. સંસદની આ કાર્યવાહીનુ દેશમાં જિવંત પ્રસારણ કરવામાં આવ્યુ હતુ.
નવો કાયદો બનવાના કારણે હવે 6 મહિલા સહિત મોતની સજા ફટકારાઈ હોય તેવા 178 કેદીઓની સજાને આજીવન કેદમાં ફેરવવામાં આવશે. ઘાનાના કાયદા મંત્રી ઈનોક જેંગરે કહ્યુ હતુ કે, દેશની સરકાર દરેક વ્યક્તિના માનવાધિકારોનો ખ્યાલ રાખઈ રહી છે. કોઈ પણ વ્યક્તિને કે સંસ્થાને બીજા કોઈનો જીવ લેવાનો અધિકાર હોવો જોઈએ નહીં. એક ડેટા પ્રમાણે આફ્રિકાના 26 દેશોએ મોતની સજાને રદ કરી છે.