17 શખ્સ સામે તોડફોડ કરી, ધમકી આપ્યાની આરોપીની વળતી ફરિયાદ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લાના ગોંડલમાં ગત મંગળવારે ભરવાડ યુવાનની હત્યાની ઘટના બાદ પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યારાને ઝડપી લીધો હતો જો કે બાદમાં રોષે ભરાયેલા મૃતકના પરિવારજાણોએ હત્યારાના ઘરે જઈ તોડફોડ કરતાં હત્યાના આરોપીએ 17 શખ્સો વિરુદ્ધ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના બસ સ્ટેન્ડ પાસે મંગળવાર પરોઢિયે ક્રિષ્ના પાન વાળા સાગર ભરવાડ નામના યુવાનની સરવૈયા શેરી આંબલી શેરીમાં રહેતા ઘનશ્યામ પરમાર નામના શખ્સે છરીનો ઘા મારી હત્યા નિપજાવી હતી.
પોલીસે ગણતરીની કલાકોમાં ઘનશ્યામને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી દરમિયાન ઘનશ્યામ દ્વારા મયુર મેવાડા, જય સાનિયા, લાલા ભરવાડ વાડીનાર પાન, કેતન વિજયભાઈ ભરવાડ, લાલો ભરવાડ ઇન્ડિયન ગેસ વાળો તેમજ અજાણ્યા બાર શખ્સો વિરુદ્ધ પોતાના રહેણાંક મકાનમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 143 147 148 337 452 506 2 427 તેમજ જીપીએફ 135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ
ધરી હતી.