PM મોદીએ રવીન્દ્ર જાડેજાને મળતા કહ્યું કે, ‘કાં બાપુ, ઢીલો ના પડતો’. આ પછી PM મોદીએ મોહમ્મદ શમીને ગળે લગાવીને કહ્યું હતું કે, બહોત અચ્છા કિયા હે ઇસ બાર.
વર્લ્ડકપ ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની જીત બાદ અનેક લોકોના દિલ તૂટી ગયા છે. 10 મેચો જીત્યા બાદ ફાઇનલમાં પહોંચેલ ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન મેચમાં હાર બાદ PM મોદી ડ્રેસિંગ રૂમમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓને મળ્યા હતા. જ્યાં તેમણે વિરાટ કોહલી, રોહિત શર્મા, રવીન્દ્ર જાડેજા, જસપ્રિત બૂમરાહ સહિતના તમામ ખેલાડીઓ સાથે વાત કરી તેમનો જુસ્સો વધાર્યો હતો.
- Advertisement -
#WATCH | Prime Minister Narendra Modi met Team India in their dressing room after the ICC World Cup Finals at Narendra Modi Stadium in Ahmedabad, Gujarat on 19th November.
The PM spoke to the players and encouraged them for their performance throughout the tournament.
(Video:… pic.twitter.com/ZqYIakoIIj
- Advertisement -
— ANI (@ANI) November 21, 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેડિયમના ડ્રેસિંગ રુમમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ સાથે વાત કરી તેમનો જુસ્સો વધાર્યો હતો. PM મોદીએ કોહલી અને રોહિત સહિત ટીમને કહ્યું હતું કે, તમે 10-10 મેચ જીતીને આવ્યા છો. આવું તો ચાલ્યા કરે. PM મોદીએ રોહિતને કહ્યું કે, મુસ્કુરાઈએ ભાઈ દેશ આપ લોગો કો દેખ રહા હે. આ સાથે કોચ રાહુલને મળી ને કહ્યું કે, કાં રાહુલ.. આપ લોગ મહેનત બહોત કિયે હે લેકિન..
#WATCH via ANI Multimedia | “Muskuraiye, Desh Aapko Dekh Raha Hai…” PM Modi’s spirit-lifting words right after WC Final losshttps://t.co/TR8Boad9JU
— ANI (@ANI) November 21, 2023
PM મોદીએ રવીન્દ્ર જાડેજાને મળતા કહ્યું કે, ‘કાં બાપુ, ઢીલો ના પડતો’. આ પછી PM મોદીએ મોહમ્મદ શમીને ગળે લગાવીને કહ્યું હતું કે, બહોત અચ્છા કિયા હે ઇસ બાર. જે બાદમાં જસપ્રિત બૂમરાહને મળીને કહ્યું કે, તું તો ગુજરાતી બોલતો હોઈશ ને ? જેના પર જસપ્રિતે કહ્યું કે, હા થોડું થોડું.. જે બાદમાં PM મોદીએ કહ્યું કે, હસતાં હસતાં કહ્યું કે, તારું તો ઘર છે આ.
દિલ્હી આવવા માટે આપ્યું આમંત્રણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ટીમના ખેલાડીઓને મળી તેમનો જુસ્સો વધાર્યો હતો. જે બાદમાં તેમણે કહ્યું કે, તમે લોકો જ્યારે ફરી હોવ ત્યારે દિલ્હી આવશો ત્યારે બેસીશું તમારી સાથે. મારી તરફથી નિમંત્રણ છે તમને બધાને…