મજૂરો, નોકરોના આધારકાર્ડ સહિતના દસ્તાવેજોની ચકાસણી હાથ ધરાઈ, મકાન કે દુકાન પરપ્રાંતીય શખ્સોને ભાડે આપતા પહેલા ફોટો અને આઈકાર્ડ લેવા સૂચના અપાઈ
ખાસ-ખબર સંવાદદાતા
આતંકી ઝડપાયા બાદ રાજકોટ એસઓજી સહિત પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે. સોની બજાર સહિત જે જગ્યા પર પરપ્રાંતીયો કામ કરી રહ્યા છે. ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. એસઓજી દ્વારા ખાસ તો સોની બજારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. મજૂરો, નોકરોના આધારકાર્ડ સહિતના દસ્તાવેજોની ચકાસણી હાથ ધરાઈ રહી છે.
- Advertisement -
જે મકાન માલિકોએ ભાડા કરાર ન કર્યા હોય તેની સામે પણ ગુના દાખલ કરી રહ્યા છે. મકાન કે દુકાન પરપ્રાંતીય શખ્સોને ભાડે આપતા પહેલા ફોટો અને આઈકાર્ડ લેવા સૂચના અપાઈ છે અને નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા રાજકોટ પોલીસની અપીલ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, શખ્સોને કામે રાખી અથવા દુકાન કે મકાન ભાડે આપી પોલીસ સ્ટેશનમાં જાણ ન કરી હોય તેવા 16 લોકો સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ કમિશનરના જાહેરનામા ભંગ બદલ ફરિયાદ નોંધાવી છે.
જેમાં રવિ મુંધવા, પ્રકાશ પાટડીયા, અશ્વિન વાયા, અલ્પેશ રાણીંગા, ગિરીશ ધોળકિયા, નાજીરદોસેન શેખ, ચંદ્રકાન્ત જડીયા, ભાસ્કર રાધનપરા, પ્રશાંત પડિયા, નાઝીમુલ હક, પંકજ આડેસરા, વિક્રમદાસ વૈષ્ણવ, મયુરીબેન શાહ મનોજ સોની અને બાલકૃષ્ણ ધોળકિયા સામે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.