ખેડૂતોએ રોડ માટે અધિકારીઓને કરગરવા કરતા “જાત મહેનત જિંદાબાદ”
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.20
સરકાર જે પ્રકારે વિકાસની વાતો કરી રહ્યું છે તે પ્રકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ વિકાસના નામે આપવામાં આવે છે પરંતુ સરકારી તંત્ર દ્વારા થતા વિકાસના કામ ખરા સમયે જ લોક ઉપયોગી થતા નથી જેનું ઉત્તમ ઉદાહરણ મૂળી તાલુકાના ખંપાળીયા ગામે સામે આવ્યું હતું જેમાં ખંપાળીયા ગામે દર વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદના લીધે તળાવમાં પાણી આવક થાય છે જેના લીધે કેટલાક ખેડૂતોને અહીંથી નીકળવું મુશ્કેલ બને છે ત્યારે આ અંગે દર વર્ષે સ્થાનિક ખેડૂતો દ્વારા તંત્રને જાણ કરી યોગ્ય નિકાલ કરવા રજૂઆત કરાઈ હતી પરંતુ સ્થાનિક તંત્રને ખેડૂતોની પીડા સમજતી ન હોય તે પ્રકારે આજદિન સુધી કોઈ કાર્યવાહી નહીં થતા અંતે ખેડૂતોએ જાત મહેનત જિંદાબાદનું સૂત્ર અપનાવી જાતે જ રસ્તો બનાવવાનું મિશન હાથ ધર્યું હતું ખેડૂતો દ્વારા સ્વખર્ચે રસ્તો બનાવી પોતાની સાથે ખંપાળીયા ગામના અન્ય રહીશોને પણ ચોમાસા દરમિયાન પડતી તકલીફમાંથી છુટકારો આપાવ્યો હતો. જે કામ ખરેખર સરકારી તંત્રને કરવું જોઈએ તે કામ ખેડૂતોની વારંવાર રજૂઆત બાદ પણ નહીં થતા ગામના ખેડૂતોએ સ્વખર્ચે કરી સરકારી તંત્રના ગાલ પર તમાચો જીક્યો છે.



