લોધિકાના ખાંભા ગામે થયેલ હત્યાનો ભેદ ઉકેલી નાખતી ગ્રામ્ય એલસીબી
વાડી વાવવા રાખનાર શખસએ હત્યા કરી લાશ રોડ પર ફેકી દીધી : ધરપકડ
- Advertisement -
રાજકોટ
રાજકોટ જિલ્લાના લોધિકાના ખાંભા ગામની સીમમાંથી ગળું કાપી અજાણ્યા યુવકની હત્યા કરેલી લાશ મળી આવતા પોલીસે દોડી જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડી તેની ઓળખ મેળવવા તેમજ હત્યાનો ગુનો નોંધવાની કાર્યવાહી કરી હતી. દરમિયાન રૂરલ એલ.સી.બી.ની ટીમે મૃતક યુવકની ઓળખ મેળવી હત્યાનો ભેદ ઉકેલી આરોપીને સકંજામાં લઇ પૂછતાછ કરતા મહેફિલમાં ઝઘડો થતા છરીના ઘા ઝીંકી યુવકને રહેંસી નાખ્યાનું બહાર આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી હતી.
લોધિકાના ખાંભા ગામે યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા બાદ લોધિકા પોલીસમાં હત્યાનો ગુનો નોંધાયો હતો દરમિયાન ગ્રામ્ય એલસીબી પીઆઇ વી વી ઓડેદરા સહિતનો સ્ટાફ ગુનાનો ભેદ ઉકેલવા તપાસમાં હતો ત્યારે મૃતક યુવાન શાપરમાં મજૂરીકામ કરતો હોવાનું અને મૂળ યુપીના શ્રાવસ્કી જિલ્લાનો અરૂણકુમાર દ્વારિકાપ્રસાદ હોવાનું બહાર આવતા પોલીસે મૂળ મધ્યપ્રદેશનો અને હાલ લોધિકા પાસે વાડી વાવવા રાખી કામ કરતા ગેંડાલાલ ઇન્દરસીંગ દાવર સાથે છેલ્લે જોવા મળ્યો હોવાનું જાણવા મળતા પોલીસે ગેંડાને ઉઠાવી લઇ આકરી પૂછતાછ કરતા તે ભાંગી પડ્યો હતો અને હત્યાનો ભેદ ઉકેલાયો હતો મૃતક અરૂણ શાપર-વેરાવળ પાસે દેશી દારૂ લેવા માટે જતા આરોપી ગેંડાલાલ પણ દારૂ લેવા માટે આવ્યો હોય બન્ને વચ્ચે પરિચય થતા દારૂ-મટનની મહેફિલનું આયોજન કરાયું હતું બંને ખાંભા ગેંડાની વાડીએ ગયા હતા ત્યાં દારૂ ઢીચયા બાદ નોનવેજ કોણ બનાવશે તે મુદે માથાકૂટ થતાં અરુણએ ગેંડાને ગાળો ભાંડતા રોષે ભરાયેલા ગેંડાએ છરીના ઘા ઝીકિ અરુણને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને લાશ ઢસડી રોડ ઉપર ફેકી દીધી હતી પોલીસે તેની ધરપકડ કરી હતી.