ચેરમેન તરીકે પાટીદાર બાદ ક્ષત્રિય અને હવે કોણ, તેના પર સૌની નજર
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.26
ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ એક સમયે માત્ર કાગળો પર જ હતી પરંતુ જે બાદ માર્કેટિંગ યાર્ડને કાગળો પરથી જમીન પર લાવવા માટે વર્ષો સુધી મહેનત કરનાર ચેરમેન મહેશ પટેલ દ્વારા અંતે માર્કેટિંગ યાર્ડ નિર્માણથી લઈને ધબકતી કરવા સુધીનો જસ મેળવ્યો હતો જોકે ચેરમેન મહેશ પટેલને ધ્રાંગધ્રાના માર્કેટિંગ યાર્ડ નિર્માણ થાય બાદ વધુ સમય સુધી પડ પર રહી શક્યા ન હતા અને તેઓએ કરેલી મહેનતનો લાભ વાઇસ ચેરમેન કનકસિંહ ઝાલાને મળ્યો હતો. જેમાં ટર્મ પૂર્ણ થતા જ કનકસિંહ ઝાલા ચેરમેન તરીકે તથા વાઇસ ચેરમેન તરીકે મનીષ પટેલ ચૂંટાયા હતા. જેને પણ હવે અધી વર્ષ જેટલો સમયગાળો પૂર્ણ થયા બાદ ફરીથી ચેરમેન તથા વાઇસ ચેરમેનની હરોળ લાગી છે. જ્યારે ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં રાજકીય રીતે વાત કરવામાં આવે
- Advertisement -
તો વર્ષો સુધી એકહથ્થુ સાશન ચલાવનાર મહેશ પટેલ દિગ્ગજ પાટીદાર નેતા તરીકેની છાપ ધરાવતા હતા પરંતુ કોઈ કારણોસર માર્કેટિંગ યાર્ડ કાર્યરત થયું અને મહેશ પટેલ હસિયામાં ધકેલાય ગયા હતા. જેથી તેઓની બદલે અહી ક્ષત્રિય આગેવાન કનકસિંહ ઝાલાને ચેરમેન તરીકે વરણી કરાઇ હતી જોકે ચેરમેન તરીકે કનકસિંહ ઝાલાના નામ જાહેર થયું કે તુરંત વાઘજી પટેલ દ્વારા જાહેરમાં પોતાનો રિશ ઠાલવ્યો હતો છતાં મહા મહેનતે મામલો થાળે પાડયો બાદ અંતે કનકસિંહ ઝાલા દ્વારા પોતાના ચેરમેન પદની ટર્મ પૂર્ણ કરી છે પરંતુ હવે ટર્મ પૂર્ણ થતાં ફરી એક વખત માર્કેટિંગ યાર્ડના ચેરમેન તથા વાઇસ ચેરમેનની બનવા માટે લાઈનો લાગી છે પરંતુ છેલ્લા ત્રણેક ટર્મથી પાટીદાર બાદ ક્ષત્રિયને ચેરમેન બનાવતા હવે આ ટર્મમાં કોણ પર વિશ્વાસ ઉતરાય છે તેના પર સૌની મીટ મંડાયેલી નજરે પડે છે.



