ઠાકોર સમાજના આગેવાને કોંગ્રેસનો ખેસ પહેર્યો
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્ય પપ્પુ ઠાકોર તેમના સમર્થકો સાથે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાતા રાજકારણ ગરમાયુ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ ધ્રાંગધ્રા બેઠક ઉપર પરસોતમ સાબરીયાની ટીકીટ કપાતા ઉકળતા ચરુ વચ્ચે ટીકીટ ન મળતા સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતના સદસ્ય પપ્પૂભાઈ ઠાકોરે બળવો કરી ભાજપ છોડીને કોંગ્રેસનો ખેસ ધારણ કરી લેતા રાજકારણ ગરમાયુ છે. ટીકીટ ન મળવાની અસંતોષની આગ બળવા સુધી પહોંચી જતા હળવદ ધ્રાગંધ્રા બેઠક પર ભાજપમાં ભંગાણ સર્જાયું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યાં છે ત્યારે હળવદ ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક પર ભાજપ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતારી દીધા છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતના સદસ્ય અને ઠાકોર સમાજના યુવા આગેવાન છત્રસિંહ ગુંજારીયા ઉર્ફે પપ્પુભાઈ ઠાકોરે ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસનો હાથ પકડતા કોંગ્રેસના ઉમેદવાર થવાની પ્રબળ સંભાવના વધી ગઈ છે તો બીજી તરફ ભાજપમાંથી ઉમેદવાર તરીકે જાહેર થયેલા ભાજપના પ્રકાશભાઈ વરમોરાને દેખાતી સરળતાની જીત હવે કાંટાની ટક્કર બની જાય તો જેવી નવાઈ નહીં કારણ કે સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતના સદસ્ય અને ઠાકોર સમાજના આગેવાન પપ્પુભાઈ ઠાકોરે કોંગ્રેસનો ખેસ ધારણ કરતા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જાહેર થવાની સંભાવના પણ વધી ગઈ છે ત્યારે ભાજપ પાસેથી કોંગ્રેસ હળવદની સીટ આંચકી લે તો પણ નવાઈ નહીં.