કિલ્લોમાં ફ્રી પ્રવેશ બંધ થતા માત્ર 1034 લોકો આવ્યા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ઐતિહાસિક કિલ્લાને નિ:શુલ્ક જાહેર થયો ત્યારે અંદાજે 50 હજાર લોકો ઉમટી પડ્યાં હતા ત્યારે કિલ્લાની મુલાકાતે આવતા લોકો માટે તંત્રએ ધ્યાન ન આપ્યું હવે પ્રવસીઓ માટે સહુલત ઉભી કરતુ તંત્ર,કિલ્લામાં નિયત ટિકિટ દર લાગુ થતા માત્ર 1043 લોકો આવ્યા.
તંત્ર દ્વારા ઊપરકોટના પ્રવેશ દ્વારે જીકજેક રેલીંગ રાખવામાં આવશે, જેમાં 250 થી 300 લોકો એક પોઈન્ટ પર પ્રવેશ મેળવી શકશે. સાથે વાહનોનાં ટ્રાફીકને નિયમન કરવા બુમબેરીયર મુકવામાં આવનાર છે. અને ઊપરકોટનાં પ્રવેશ સિવાય બહાર નિકળવાની અલાયદી વ્યવસ્થા કરવા સવાણી ગ્રુપ, પ્રવાસન નિગમ લીમિટેડ સાથે સંકલન કરીને કરવામાં આવનાર છે. લોકોની સુવિધાઓ અને સલામતિને ધ્યાનમાં રાખીને એક અલગથી ગોધાવાવની પાટી, ગિરનાર દરવાજા પાસે પાર્કીંગની સુવિધા ઊભી થનાર છે. જ્યાં બસ, અને મોટા વાહનો પાર્ક કરવાની સુવિધા ઊભી કરાશે. વધારે ભીડ જણાયે ઊપરોકટમાં જવાનાં મુખ્ય બે માર્ગો જેમ કે જગમાલચોકથી ઉપરકોટ અને ગિરનાર દરવાજાથી ઉપકોટ બેઉ માર્ગોને ટ્રાફીકનાં ધસારાને ધ્યાને લઇને એક માર્ગિય જાહેર કરવાનું જિલ્લા વહીવટી તંત્રની તૈયારી છે. આમ પ્રવાસીઓની સવલતોને કલેકટરના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્રનાં અધિકારીઓ મોનીટરીંગ કરી રહ્યા છે. સાથે તંત્ર દ્વારા જૂનાગઢના પ્રવાસે પધારતા પ્રવાસીઓ અને ઊપરોકોટને નિહાળવા પધારતા પ્રવાસીઓને અપીલ કરવામાં આવી છે કે પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓએ પ્લાસ્ટીકનો શક્ય હોય ત્યાં સુધી ઊપયોગ ના કરવો તેમ પ્રાંત અધિકારીની યાદીમાં જણાવાયુ છે.