ગીર સોમનાથના સિપાઈએ ઇતિહાસ રચ્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના અમોદ્રા ગામના પ્રવિણસિંહ દાનાભાઇ સોલંકીએ ભારતીય સેનામાં લેફ્ટનન્ટની પદવી મેળવી છે. તેઓ છેલ્લા 14 વર્ષથી ઊખઊમાં ફરજ બજાવી રહ્યા હતા.
- Advertisement -
પ્રવિણસિંહની 2011માં ભારતીય સેનામાં સિપાહી તરીકે ભરતી થઈ હતી. ત્યારબાદ તેમણે સ્પેશિયલ કમિશન ઓફિસરની પરીક્ષા પાસ કરી. દેહરાદૂન સ્થિત ઇન્ડિયન મિલિટરી એકેડમીમાં એક વર્ષની કઠિન તાલીમ પૂર્ણ કરી લેફ્ટનન્ટની પદવી પ્રાપ્ત કરી. ઇન્ડિયન મિલિટરી એકેડમીની પાસિંગ આઉટ પરેડમાં કુલ 419 અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા. સમારોહમાં સેનાના હેલિકોપ્ટર દ્વારા તમામ અધિકારીઓ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ખેડૂત પરિવારમાંથી આવતા પ્રવિણસિંહ ગીરસોમનાથ જિલ્લામાંથી લેફ્ટનન્ટની પદવી મેળવનાર બીજા અધિકારી છે. તેમની આ સિદ્ધિથી કારડીયા રાજપૂત સમાજ અને સમગ્ર જિલ્લામાં ગૌરવની લાગણી છે. તેમણે પોતાની અથાગ મહેનત અને દેશ પ્રત્યેની નિષ્ઠા દ્વારા આ સફળતા મેળવી છે.