નવા કોર્ટ બિલ્ડિંગના ઓપનિંગથી માંડી વર્ષ દરમિયાન બારમાં સતત હાજરી અને સર્વોત્તમ કામગીરીના કારણે સુરેશ ફળદુની લોકચાહના સાતમા આસમાને
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં બાર એસોસિએશનની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યા બાદ રાજકોટ બાર એસોસિએશનમાં જુદા જુદા વ્યક્તિઓના પ્રમુખપદના દાવેદાર માટે નામો વહેતા થયા હોય જેમાં દિલીપભાઈ જોષી, બકુલભાઈ રાજાણી, પરેશભાઈ મારૂનું નામ ચાલી રહેલ હોય, આ અગાઉ એટલે કે ચૂંટણી જાહેર થયેલી તે અગાઉ બાર એસોસિએશનના સિનિયર- જુનિયરથી માંડી દરેકની લાગણી અને માગણી એડવોકેટ સુરેશ ફળદુ પ્રમુખપદે દાવેદારી નોંધાવે એ માટે સતત સુરેશ ફળદુનું નામ પ્રમુખપદના દાવેદાર તરીકે ચાલતુ આવતું હતું અને ચૂંટણી જાહેર થતાં એકાએક પ્રમુખપદની દાવેદારીમાંથી સુરેશ ફળદુના નામની ચર્ચા બંધ કરી દેવામાં આવેલી તે પાછળનો ચૂંટણીના આકાઓ કે જે ચૂંટણીના ચોકઠાઓ ગોઠવી રહ્યા છે તેઓની મોદી સ્ટાઈલ એટલે કે જેનું પ્રમુખપદની દાવેદારીમાં નામ મૂકાયેલા તેની જગ્યાએ પાછળથી અન્ય વ્યક્તિનો ચહેરો લાવવો તે સ્ટાઈલે સુરેશ ફળદુનું નામ પ્રમુખપદેથી સાયલન્ટ કરી અને છેલ્લા તબક્કે સુરેશ ફળદુને પ્રમુખપદના ઉમેદવાર તરીકે ઉતારવાના ચોકઠાઓ ગોઠવાયેલા હોવાનું ચર્ચાઈ રહ્યું છે, કારણ કે રાજકોટ બાર એસોસિએશનના દરેક સભ્યો એ હકીકતો સારી રીતે જાણે છે કે બાર એસોસિએશનની ગત વખતની ચૂંટણી પૂર્ણ થયા બાદ તરત જ નવા કોર્ટ બિલ્ડિંગના ઓપનીંગની તારીખ ફીક્સ થઈ ગયેલી હતી.
- Advertisement -
જેમાં એડવોકેટ સુરેશ ફળદુની રહેલી મહત્ત્વની કામગીરી ઉપરાંત પૂરા વર્ષ દરમિયાન સુરેશ ફળદુની બાર રૂમમાં સતત હાજરી અને બારના સભ્યોમાં કરેલા કામો તેમાં બાર એસોસિએશન માટે કરેલ કામો તદ્ઉપરાંત જુના કોર્ટ બિલ્ડિંગથી નવા કોર્ટ બિલ્ડિંગમાં સામાન શિફ્ટીંગ વખતેની અકલ્પનીય કામગીરી તેમજ વર્ષ દરમિયાનના બારના પ્રશ્ર્નોમાં બારના હિતને લગતી કામગીરી તેમજ બાર અને બેંચ વચ્ચેના પ્રશ્ર્નોમાં સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવેલી હોવાની બારના દરેક સભ્યોની જાણમાં હોય જેના કારણે એડવોકેટ સુરેશ ફળદુને આજે પણ બારના સભ્યો પ્રમુખપદે જોવા ઈચ્છતા હોય જેથી અત્યારે ચૂંટણીમાં પ્રમુખપદે જે નામો ચર્ચાય રહ્યા છે તે જ ચૂંટણી લડશે કે ચૂંટણીના આકાઓ એડવોકેટ સુરેશ ફળદુની પાછળથી પ્રમુખપદના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારશે કે સુરેશ ફળદુના પ્રમુખપદના નેજા હેઠળ આખી અલગથી ટીમ ઉતારવામાં આવશે તે પ્રશ્ર્ને રાજકોટ બાર એસોસિએશનમાં ચર્ચાને વેગ આપેલો છે.