સમૂહ લગ્નના તમામ ફંડની રકમ ચંદ્રેશ પાસે જ હોય, જામીન આપી શકે નહીં
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સમૂહલગ્નની 28 દીકરીઓ સાથે છેતરપીંડી કરનાર ચંદ્રેશ છાત્રોલાએ આગોતરા જામીન અરજી કરી હતી જેના પર બંને પક્ષે દલીલો થઈ હતી. સરકાર પક્ષે સમૂહલગ્નનો તમામ ફાળો-હિસાબ ચંદ્રેશ પાસે જ છે. જામીન નહીં આપવા દલીલ કરાઈ છે કોર્ટ વકીલની દલીલોને ધ્યાને લઈ આગોતરા અરજી રદ કરી હતી કેસની વિગત મુજબ, બનાવ પછી પ્ર.નગર પોલીસે સમૂહલગ્નમાં નોંધણી કરાવનાર એક દીકરીના પિતા કાનજીભાઈ દેવશીભાઈ ટાટમીયાને ફરિયાદી બનાવ્યા હતા. કાનજીભાઈએ હતું જણાવ્યું કે, તેઓની દિકરીના લગ્ન ઋષિવંશી સમાજ સેવા સંધ રાજકોટ દ્વારા આયોજીત સર્વ જ્ઞાતિ સમુહ લગ્નોત્સવમાં કરવા હોવાથી ગઈ તા.4/12/2025ના રોજ પરિવારના સભ્યો અને વેવાઇપક્ષના સભ્યો રેલનગર ખોડીયાર હોટેલ નજીક ચંદ્રેશ જગદીશભાઈ છાત્રોલાના ઘરે ગયા ત્યાં ચંદ્રેશએ જણાવેલ કે, તે તેમજ દિલીપ ગોહીલ, દિપક હિરાણી, હાર્દિક શીશાંગીયા, મનીષ વિઠલાપરા, દિલીપ વરસડા તેમજ અમારૂ મિત્ર મંડળ તારીખ-22/2 ના રોજ સમુહ લગ્નનુ આયોજન કરીશું. જુદા જુદા દાતાઓ પાસેથી મળેલ ફંડમાંથી ક્ધયાઓને કરિયાવર પણ આપવામાં આવશે.
- Advertisement -
ભવ્ય આયોજન કરીશુ અને લોક ડાયરો પણ કરીશુ. તેવી મીઠી મીઠી વાતો કરેલ. કાનજીભાઈએ લગ્ન નોંધણી પેટે લેવાતી રકમ 30,000 ભરેલ. મહેમાન વધારે હોય તે ના અલગ 18 ટોકન લીધેલ હોય અને જેના અલગથી રૂ.1800 ભરેલ હતા. તા. 22ના રોજ સવારના સાત વાગ્યાની આસપાસ લગ્ન સ્થળ ખાતે પહોંચતા ત્યાં ફક્ત મંડપ નાખેલ હતા. થોડીવારમાં અલગ અલગ ક્ધયા તેમજ વરરાજા પક્ષના મહેમાનો આવ્યા. મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. જોકે સમૂહ લગ્ન સ્થળે ખાણીપીણીની વ્યવસ્થા નહોતી. આયોજકને ફોન કરતા ફોન બંધ આવતો હતો. ચંદ્રેશ છાત્રોલાના ઘરે જતા તેના ઘરે તાળુ મારેલ હતું. આયોજકો છેતરી જતા રહ્યાનો ખ્યાલ આવ્યો હતો આ ફરિયાદના આધારે પોલીસે તા. 22ના રોજ જ આરોપી દીપક દેવજી હિરાણી, મનીષ નટવરલાલ વિઠ્ઠલાપરા, દિલીપ ઉર્ફે દિલ્પેશ પ્રવિણ ગોહિલ અને દિલીપ ગીરધર વરસડાની ધરપકડ કરી હતી. બીજા દિવસે હાર્દિક શીશાંગીયાની ધરપકડ થઈ હતી. હાલ આ આરોપીઓ જામીન પર છૂટેલા છે. જોકે મુખ્ય આરોપી ગણાતો ચંદ્રેશ હજુ પોલીસના હાથે ઝડપાયો નથી. આ દરમ્યાન ગત તા.28/2/2025ના રોજ ચંદ્રેશ જગદીશ છાત્રોલાએ રાજકોટ સેશન્સ કોર્ટમાં ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી હતી કોર્ટમાં અરજી થતા પક્ષકારોને નોટિસ પાઠવવામાં આવી છે અને સુનાવણી તા.6/3/2025ના રોજ રાખવામાં આવી હતી. પછી તા. 12/3/2025ની મુદ્દત પડી હતી આ કેસમાં મૂળ ફરિયાદી વતી વકીલ રિપલ ગેવરિયા, વિવેક ભંડેરી, હાર્દિક વાંગડિયા, કિશન માંડલીયા, વિવેક લીંબાસીયા, રવિ કોટડીયા અને સરકારી વકીલ એસ કે વોરાએ દલીલો કરી હતી કે, સમૂહ લગ્નના તમામ ફંડની રકમ ચંદ્રેશ પાસે છે. જેથી પોલીસ કસ્ટડી થકી તપાસ થવી જરૂરી છે. આગોતરા જામીન ન આપવા દલીલ કરી હતી. બંને પક્ષે દલીલો સાંભળી સેસન્સ કોર્ટે ચંદ્રેશ છત્રોલાની આગોતરા અરજી રદ કરી હતી.