ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા 4 નમુના પૃથ્થકરણ રિપોર્ટમાં સબસ્ટાન્ડર્ડ જાહેર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા 4 નમૂના પૃથ્થકરણ રિપોર્ટમાં સબસ્ટાન્ડર્ડ (ફેઈલ) જાહેર થયા છે. ફૂડ વિભાગ દ્વારા ધ સેન્ડવીચ અડ્ડા (ફૂડ ટ્રક), વિરાણી સ્કૂલ ગ્રાઉન્ડ હેમુ ગઢવી હોલ પાસેથી લેવામાં આવેલા ખાદ્યચીજ બટર લુઝનો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં તીલ ઓઈલની (વેજીટેબલ ઓઈલ) હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે. મેનુમાં બટર ઉપયોગ કરી બનાવતી ખાદ્યચીજોમાં હકીકતમાં બટર જેવા દેખાવ ધરાવતા ફેટ સ્પ્રેડ- માર્ગેરીનનો ઉપયોગ કરતાં હોવાનું જાણવા મળ્યું હતું.
- Advertisement -
આ ઉપરાંત ફૂડ વિભાગ દ્વારા ડીલાઈટ આઈસ્ક્રીમ ગઢીયા એસ્ટેટ ઉમાકાંત પંડિત ઉદ્યોગનગરથી લેવામાં આવેલા ખાદ્યચીજ પાન મસાલા ફ્લેવર્ડ આઈસ્ક્રીમ (લુઝ)નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું મળી આવ્યું. ક્રીમઝેન આઈસ્ક્રીમ પ્રા. લિ. પાન એમ્પાયર શોપ નં. 5 સિલ્વર હાઈટ્સ સામેથી લેવામાં આવેલા ખાદ્યચીજ કેશર પિસ્તા આઈસ્ક્રીમ (લુઝ)નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેટનું પ્રમાણ ધારા ધોરણ કરતાં ઓછું મળી આવ્યું અને ત્યાંથી જ સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ (લુઝ)નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં ટોટલ સોલીડ્સ તથા મિલ્ક ફેટનું પ્રમાણ ધારા ધોરણ કરતાં ઓછું મળી આવતા આ તમામનો નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલો છે જે અંગે એજ્યુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
વધુમાં ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે સર્વેલન્સ ચેકીંગ દરમિયાન શહેરના ફાયરબ્રિગેડવાળો રોડ – રેલનગર વિસ્તારમાં આવેલા ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 22 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 11 ધંધાર્થીઓને લાઈસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઈવ કરવામાં આવી હતી તેમજ ખાદ્યચીજોના કુલ 19 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. જેમાં શક્તિ જનરલ સ્ટોર્સ, ચામુંડા ભાજી કોન, શ્રીજી ડ્રાયફ્રુટ, મહાવીર ટ્રેડર્સ, અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ, પુષ્ટિ જનરલ સ્ટોર, મહાદેવ કોલ્ડ્રિંક્સ, એસએસ ભેળ સેન્ટર, શ્રી જલારામ જનરલ સ્ટોર્સ, દ્વારકેશ ડેરી ફાર્મ અને ભગવતી જનરલ સ્ટોર્સ સહિતને લાઈસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી તથા શિવાંશી સુપર માર્કેટ, નીલકંઠ એન્ટરપ્રાઈઝ, શ્રી હરિ સુપર માર્કેટ, જય ભોલે જનરલ સ્ટોર્સ, નવરંગ ડેરી ફાર્મ, કેક એન જોય, હાઉસ ઓફ ફેલવર્સ, મહાદેવ ફરસાણ, આવકાર પ્રોવિઝન, ચામુંડા ફરસાણ, જનતા પ્રોવિઝન સ્ટોરની ચકાસણી કરવામાં આવી હતી.