હિંદૂ ધર્મમાં કામિકા એકાદશીનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. આ વર્ષે 31 જુલાઈને બુધવારે કામિકા એકાદશી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે અમુક ખાસ ઉપાય કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
કામિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું ફળ ભક્તોને અનેક ઘણુ વધારે મળે છે. જ્યોતિષ શાસ્ત્રમાં કામિકા એકાદશીના દિવસે કરવામાં આવતા અમુક ખાસ ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેના વિશે કહેવામાં આવે છે કે આ ઉપાયો કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનની બધી સમસ્યાઓથી છુટકારો મળી જાય છે.
- Advertisement -
કામિકા એકાદશીના દિવસે કરો આ ઉપાય
સુખ શાંતિ અને વૈભવ માટે ઉપાય
ઘરમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ અને વૈભવની પ્રાપ્તિ કરવા માટે કમિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે. આમ કરવાથી ભગવાન વિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મીની પણ કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે પૂજા વખતે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરો. આમ કરવાથી કુંડળીમાં ગુરૂ બૃહસ્પતિની સ્થિતિ પણ મજબૂત થાય છે.
- Advertisement -
વૈવાહિક જીવનને ખુશાલ બનાવવા માટે
જો પતિ પત્નીની એક બીજા સાથે નથી બનતી તો તેના નિવારણ માટે કામિકા એકાદશીના દિવસે તુલસીજીને ઘીનો દિવો કરીને પૂજા કરો અને ॐ नमो भगवते नारायणाय नमः મંત્રનો જાપ કરો. માતા લક્ષ્મી અને તુલસીને શ્રૃંગારની વસ્તુઓ અર્પિત કરો. કામિકા એકાદશીના દિવસે તુલસી પૂજનનું ખાસ ફળ પ્રાપ્ત થાય છે.
આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે
કમજોર આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે પીળા રંગનું કપડુ લો અને તેમાં 2 હળદરની ગાંઢ, એક રૂપિયાનો સિક્કો અને 5 પીળા રંગની કોડી રાખીને પોટલી બનાવી લો. આ પોટલીને ભગવાન વિષ્ણુની પાસે મુકી વિધિ વિધાનથી પૂજા અર્ચના કરો. અમુક સમય બાદ આ પોટલલીને ઉઠાવીને તિજોરીમાં ધન રાખવામાં આવતા સ્થાનમાં તેને રાખી દો.
કષ્ટોથી છુટકારા માટે ઉપાય
જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ અને કષ્ટોથી છુટકારો મેળવવા માટે કામિકા એકાદશીના દિવસે વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો અને આ દિવસે ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને અનાજ, વસ્ત્ર, પૈસા, વગેરેનું દાન આપો. આમ કરવાથી જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓથી મુક્તિ મળશે.
કરિયરમાં પ્રગતિ માટે ઉપાય
કરિયરમાં પ્રગતિ માટે એક પીપળાનું પાન લો અને તેમાં પીળુ ચંદન કે પછી હળદરથી સ્વસ્તિક બનાવો. હવે આ પત્તાને ભગવાન વિષ્ણુને અર્પિત કરતા “ॐ नमो भगवते नारायणाय नमः” મંત્રનો જાપ કરો અને ભગવાન વિષ્ણુને પીળા રંગની મિઠાઈનો ભોગ લગાવો.
દરિદ્રતા દૂર કરવા માટે ઉપાય
કામિકા એકાદશીના દિવસે પીપળાના ઝાડની નીચે ઘીનો દિવો કરો અને પરિક્રમા કરો, આમ કરવાથી ભગવાન વિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મીના પણ આશીર્વાદ પ્રાપ્ત થશે. જેનાથી ફળસ્વરૂપ ઘરની દરિદ્રતા દૂર થશે.