એક એવો સ્ટેમ્પ જે મતદાન કરવા માટે પ્રેરણા આપે છે
જૂનાગઢ જિલ્લામાં નવતર અભિગમ સાથે પ્રથમ પહેલ
- Advertisement -
જનસેવા કેન્દ્ર બાદ હજુ તેનો વ્યાપ વધારવામાં આવશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
જૂનાગઢ લોકસભા ચૂંટણીમાં મતદાનની તારીખ સાથે ‘મતદાન જરૂર કરીએ’ સંદેશ સાથેનો સ્ટેમ્પ બનાવાયો જેમાં જન સેવા કેન્દ્ર ખાતેથી લોકોને અપાતા દસ્તાવેજોમાં મતદાન જાગૃતિ માટે લગાવાતા સ્ટેમ્પથી લોકોને મતદાન જાગૃતી માટે પ્રેરણા આપવાની પહેલ જૂનાગઢ જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકરી દ્વારા પ્રથમ પહેલ કરી છે. જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય અને લોકોમાં જાગૃતિ આવે તેવા નવતર અભિયાનને વ્યાપક બનાવવા માટે ડોક્ટર, એસોસિએશન, સ્થાનિક દુકાનદારો, એપીએમસી વગેરેને જોડવામાં આવશે તેમ જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા અનોખી પહેલની શરૂઆત કરી છે. જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અનિલ કુમાર રાણાવસિયાએ મતદાન જાગૃતિ માટે નવતર પહેલ કરી છે, અચૂક મતદાન કરવા માટે લોકોને પ્રેરણા મળી રહે તે માટે ‘મતદાન જરૂર કરીએ’ના સંદેશ સાથે એક સ્ટેમ્પ બનાવવામાં આવ્યો છે, જે જન સેવા કેન્દ્ર ખાતેથી લોકોને આપવામાં આવતા પ્રમાણપત્રો, રેવન્યુ રેકર્ડ વગેરે દસ્તાવેજોમાં અન્ય જરૂરી સ્ટેમ્પની સાથે મતદાન જાગૃતિ માટેનો સિક્કો પણ લગાવવામાં આવી રહ્યો છે.
- Advertisement -
આ સંદર્ભે કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું કે, લોકશાહીના મહાપર્વમાં દરેક મતદાર સહભાગી બને તે માટે સ્વીપ એક્ટિવિટી અંતર્ગત જરૂરી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, ખાસ કરીને આ લોકસભા ચૂંટણીમાં એક નવતર અભિગમ સાથે દરેક લોકો સુધી તા.7મી મે મતદાન કરવાનું ચૂકે નહીં તે માટે ‘મતદાન જરૂર કરીએ’ ના સંદેશ આપતો એક સ્ટેમ્પ તૈયાર કરવામાં આવ્યો છે. જે નાગરિકોની અરજીના અનુસંધાને અપાતા પ્રમાણપત્રો, રેવન્યુ રેકર્ડ વગેરેમાં લગાવવામાં આવશે. આમ, આ સ્ટેમ્પ લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરશે. ઉપરાંત તેમણે જણાવ્યું કે, મતદાન જાગૃતિ અભિયાનને વધુ વ્યાપક બનાવશે, જેમાં ડોક્ટર એસોસિએશન, સ્થાનિક દુકાનદારો, એપીએમસી વગેરેને જોડવામાં આવશે ઉલ્લેખનીય છે કે, શેરી નાટક, સેમિનાર, અચૂક મતદાન કરવા માટે શપથ, સ્કૂલ કોલેજોમાં વિદ્યાર્થીઓ પોતાના વાલીઓને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરે, મતદાન જાગૃતિ માટે સિગ્નેચર કેમ્પેઇન વગેરે રચનાત્મક કાર્યક્રમો દ્વારા મતદાન જાગૃતિ માટેના જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ઉપરકોટ કિલ્લાની પ્રવેશ ટિકિટ પર ‘મતદાન જરૂર કરીએ’નો સંદેશ
13- જૂનાગઢ લોકસભા બેઠક માટે તા.7મી મે ના રોજ મતદાન થનાર છે, ત્યારે મતદાન માટે એક વ્યાપક જનજાગૃતિ ઊભી થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તેના ભાગરૂપે ઉપરકોટ કિલ્લાની પ્રવેશ ટિકિટ અને લોકર માટેની ફી ની રસીદ પર પણ ’મતદાન જરૂર કરીએ’ ના સંદેશ સાથેનો સ્ટેમ્પ લગાવવામાં આવી રહ્યો છે, જેથી ઉપરકોટ કિલ્લાની મુલાકાતે આવનાર પર્યટકોને પણ મતદાન કરવા માટે પ્રેરણા મળશે.