ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પાલીતાણા ખાતે સિદ્ધગીરી ની છાયામાં આદિ આનંદ ઉપધાન તપના માળા રોપણ મહોત્સવ યોજાયો ઉપધાન તપના આરાધકોએ માળ પહેરી આચાર્ય વિજય રત્નચંદ્ર સૂરીશ્ર્વરજી મહારાજ, આચાર્ય વિજય ઉદયરત્ન સૂરીશ્ર્વરજી મહારાજ આદિ શ્રમણ શ્રમણી ભગવંતોની નિશ્રામાં ઉપધાન તપના આરાધકોએ માળ પહેરી મોટી સંખ્યામાં ઉપધાન તપ કર્યું. તપસ્વીઓનો વરઘોડો તારીખ 5 ડિસેમ્બરના રોજ શહેરના રાજમાર્ગ પર ફર્યો હતો. તારીખ 6 ડિસેમ્બર ના રોજ ઉપધાન તપના તપસ્વીઓનો માળ પ્રસંગ ધામધૂમ પૂર્વક ઉજવાયો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્ત ઘણો ઉપસ્થિત રહ્યા હતા. ઉપધાન તપના લાભાર્થી આદિ આનંદ ઉપધાન તપ દ્વારા વકરવામાં આવ્યું હતું.



