એન.સી.સી.ના ADG ગુજરાત ડાયરેક્ટ મેજર જનરલ અરવિંદ કપુર તથા ગ્રુપ કમાન્ડર એન.સી.સી. રાજકોટના બ્રિગેડીયર એસ.એન. તિવારી એ આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજો તથા ભવનોમાં વિવિધ અભ્યાસક્રમમાં NCCનો ઈલેકટીવ વિષય દાખલ કરવા અંગે તેઓએ કુલપતિ તથા ઉપકુલપતિ સાથે મીટીંગમાં ચર્ચા વિચારણા કરી.
- Advertisement -

મેજર જનરલ અરવિંદ કપુર તથા ગ્રુપ કમાન્ડર એન.સી.સી. રાજકોટના બ્રિગેડીયર એસ.એન. તીવારી એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસર નિહાળી પ્રસન્નતા વ્યક્ત કરી.
તેઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શિક્ષણ વ્યવસ્થા અને સ્વચ્છતાની પ્રશંસા કરી.
- Advertisement -
આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવ નીલેશભાઈ સોની, હિરેન વ્યાસ પૂર્વ એન.સી.સી.કેડેડ તથા એન.સી.સી. ના ડો. એમ.એસ. ચારણ ઉપસ્થિત રહ્યા હતા.



