APSEZની અત્યાધુનિક સુવિધાઓ અને વ્યાપક નેટવર્કથી વિક્રમી સફળતા
ખાસ-ખબર સંવાદદાતા
ભારતના અગ્રણી પોર્ટ પૈકી એક અદાણી મુંદ્રા પોર્ટ વધુ એક નોંધપાત્ર સિદ્ધિ જાહેર કરતા આનંદ અનુભવે છે. ઓક્ટોબર માસ દરમ્યાન પોર્ટે 40 લાખ ક્ધટેનર અટલે કે 4 મિલિયન ટ્વેન્ટી-ફૂટ ઇક્વિવેલન્ટ યુનિટ્સ (ઝઊઞત) ક્ધટેનર સફળતાપૂર્વક હેન્ડલ કરવાનો વિક્રમ સર્જયો છે. નોંધનીય છે કે, ઋઢ24 માં આ સીમાચિહ્ન માત્ર 203 દિવસમાં જ હાંસલ કરવામાં આવ્યું છે, જે દરિયાઈ વેપાર ક્ષેત્રે કાર્યક્ષમતા અને શ્રેષ્ઠતા માટે મુન્દ્રા પોર્ટની પ્રતિબદ્ધતાનો પૂરાવો છે.
આ નોંધપાત્ર સિદ્ધિ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે દરિયાઈ વેપાર ક્ષેત્રે મુન્દ્રા પોર્ટની સ્થિતિને રેખાંકિત કરે છે. આટલા ઓછા સમયમાં ક્ધટેનરના મોટા જથ્થાને હેન્ડલ કરવાની બંદરની ક્ષમતા એ મુન્દ્રા પોર્ટ પરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી અને સમર્પિત કાર્યબળનો પુરાવો છે.
આ સિદ્ધિની સરખામણી અગાઉના ઋઢ23 સાથે કરીએ તો, મુન્દ્રા પોર્ટ 11 નવેમ્બર, 2022 ના રોજ 4 મિલિયન ઝઊઞત માઇલસ્ટોન સુધી પહોંચ્યું હતું. આ લક્ષ્ય સુધી પહોંચવામાં 225 દિવસનો સમય લાગ્યો હતો. ઋઢ24 માં ક્ધટેનર હેન્ડલિંગના સમાન વોલ્યુમ હાંસલ કરવા માટેના દિવસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો એ મુંદ્રા પોર્ટની અવિરત કામગીરી અને શિપિંગ ઇન્ડસ્ટ્રી માટેની પ્રતિબદ્ધતા તથા દરિયાઈ વેપારની સતત વધતી જતી માંગને પૂરી કરવા માટેના સમર્પણનું ઉદાહરણ છે.
આ ઉપલબ્ધિએ અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડના એક્સિકયુટીવ ડિરેક્ટર રક્ષિત શાહ જણાવે છે કે, આ સિદ્ધિ અમારી ટીમના અવિરત પ્રયાસો અને સમર્પણનું પ્રમાણ છે, જે ક્ધટેનરના કાર્યક્ષમ સંચાલનને સુનિશ્ચિત કરવા અને સેવાના ઉચ્ચતમ ધોરણોને જાળવી રાખવા માટે અથાક કામ કરે છે. અમારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજીમાં કરેલા રોકાણો અમારા ગ્રાહકોને વધુ સારી અને ઝડપથી સેવા આપવા સક્ષમ બનાવે છે. અત્યાધુનિક સુવિધાઓ અને વ્યાપક નેટવર્ક ધરાવતું અદાણી મુન્દ્રા પોર્ટ ભારતમાં કાર્ગો અવરજવર માટેનું મુખ્ય પ્રવેશદ્વાર છે. આ બંદર કાર્ગોની વિવિધ શ્રેણીનું સંચાલન કરે છે, જેમાં ક્ધટેનર, બલ્ક કાર્ગો, લિક્વિડ કાર્ગો વગેરેનો સમાવેશ થાય છે.